કપડાં પર પડી ગયા છે શાહીના ડાઘા? ફિકરનોટ... અપનાવો આ સરળ ઉપાય
શું તમે પણ કપડાં પર લાગી જતા ડાઘ-ધબ્બાથી પરેશાન છો? શું તમે પણ ડાઘ અચ્છે...અચ્છે હૈ વાળી એડ સાંભળીને કંટાડ્યા છો? અપનાવો આ ઉપાય.
નવી દિલ્લીઃ ઘણીવાર આપણાં કપડાં પર શાહીની ડાઘા પડી જતા હોય છે. મોટોભાગે એવું જ થતું હોય છેકે, એકવાર ડાઘા પડ્યા બાદ આપણે એ કપડાં જ પહેરવાનું છોડી દઈએ છીએ. કારણકે, આવા ડાઘા પછી ક્યારેય જતા જ નથી. પણ આ વાત જુની થઈ ગઈ છે. હવે ગમે તેવા ડાઘા જતા રહે છે. અપનાવો આ ટ્રિક તો તરત જતા રહેશે કપડા પરથી શાહીના ડાઘ.
કપડાં પરથી ડાઘ કાઢવા અપનાવો આ ટિપ્સઃ
બાળકો હોય કે મોટા, દરેકના કપડા પર અમુક અંશે દાગ લાગી જ જતા હોય છે. એમાંય જો શાહીનો ડાઘ હોય તો તેને દૂર કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે. આ ડાઘ તમે ગમે તેટલા કરો તો પણ દૂર થતા નથી. કપડામાંથી હઠીલા ડાઘ, ધબ્બા હટાવવા એ કંઈ આસાન કામ નથી. કપડાં પરથી ડાઘા કાઢવા એટલે દમ નીકળી જાય પણ ડાઘ નહીં...ત્યારે જાણો અહીં કપડાં પરથી શાહી શું ગમે તેવા ડાઘ હશે તરત નીકળી જશે.
ટૂથપેસ્ટઃ
ઘણા લોકોના કપડાં, ખાસ કરીને બાળકોના કપડા પર શાહીના ડાઘા પડી જાય છે, જેને દૂર કરવા ખૂબ મુશ્કેલ બની જાય છે. આજે અમે તમને એક સરળ હેક જણાવીશું, જેના દ્વારા તમે શાહીના ડાઘથી છુટકારો મેળવી શકો છો. ડાઘ દૂર કરવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. ટૂથપેસ્ટમાં એક્સ્ફોલિએટિંગ પ્રોપર્ટીઝ હોય છે, જેનાથી ડાઘ ગાયબ થઈ જાય છે. જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને ડાઘવાળી જગ્યા પર લગાવો અને પછી તેને ડિટર્જન્ટથી ધોઈ લો.
શેવિંગ ક્રીમઃ
શેવિંગ ક્રીમ પણ તમારા માટે ખૂબ કામ આવી શકે છે. તમારે તેનો ઉપયોગ કપડાં પરના શાહીના ડાઘા પળવારમાં અદૃશ્ય કરવા માટે કરવો જોઈએ. બ્રશની મદદથી ડાઘવાળી જગ્યા પર શેવિંગ ક્રીમ લગાવો અને પછી તેને સારી રીતે ઘસો અને 15 મિનિટ માટે રહેવા દો. પછી તેને ડિટર્જન્ટથી ધોઈ લો. આને લગાવવાથી શાહીના ડાઘા ઓછા થઈ જશે.
મીઠું અને લીંબુઃ
ડાઘ દૂર કરવામાં મીઠું અને લીંબુ ખૂબ જ મદદગાર સાબિત થાય છે. તમારે આ બંનેને ડાઘવાળી જગ્યા પર સારી રીતે મિક્સ કરવું જોઈએ. એક ચમચી લીંબુના રસમાં મીઠું ભેળવીને ડાઘવાળી જગ્યા પર લગાવો અને પછી તેને બ્રશથી સારી રીતે ઘસો. લીંબુમાં બ્લીચિંગ ગુણ હોય છે, જે ડાઘને હળવા કરે છે.
ટામેટાઃ
તમે ટામેટાંથી પણ ડાઘ દૂર કરી શકો છો. ટામેટાને કાપીને તેમાં મીઠું નાખીને ડાઘ પર સારી રીતે ઘસો, પછી તેને સારી રીતે ઘસો અને 15-10 મિનિટ માટે રહેવા દો. આ સ્પષ્ટ કરે છે.
ખાવાનો સોડાઃ
બેકિંગ સોડાને પાણીમાં નાખીને સારી રીતે ઘસો, તેનાથી તમારા કપડા પરના ડાઘા ઘણા હદ સુધી ઓછા થઈ જશે. ખાવાનો સોડા ઉમેરો, થોડું થોડું પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને તેને ડાઘવાળી જગ્યા પર લગાવો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)