Instagram Threads Updates: સોશિયલ મીડિયામાં હાલ વર્લ્ડ લેવલે બે લોકોના હાથમાં કરોડ લોકોનો દોરી સંચાર છે. એ બે માણસો છે ફેસબુકના માલિક માર્ક ઝુકર બર્ગ અને ટ્વિટરના માલિક એલોન મસ્ક. મસ્ક અને માર્ક વચ્ચે હાલ જબરદસ્ત લડાઈ ચાલી રહી છે સોશિયલ મીડિયામાં નંબર વન પર ટકી રહેવા અને નંબર વન બનીને તેની જાળવી રાખવા માટે. તેથી તેઓ પોતાના યુઝર્સ માટે રોજ કંઈકને કંઈક નવું ગતકડું ઉભું કરીને લઈ આવે છે. કેટલાંક ફિચર્ચ સારા પણ હોય છે. જ્યારે ફિચર્સથી આગળ વધીને આ વખતે માર્ક ઝુકર બર્ગ ટ્વિટર સામે લડવા માટે ઈન્સ્ટાગ્રામમાં થ્રેડ્સ નામની નવી એપ લઈને આવ્યાં છે. જે આબેહુબ ટ્વિટર જેવી જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, લોકો ટ્વિટર પરથી હટીને થ્રેડ્સ એપ અપનાવે એના માટે જ માર્ક ઝુકર બર્ગ દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કારણકે, ટ્વિટરને ખરીદ્યાં બાદ તેના માલિક એલોન મસ્કે લોકોના બ્લૂ ટિક હટાવી દીધાં અને નવા નવા નિયમો લાગૂ કરવામાં આવ્યાં. અડધા ઉપરના સ્ટાફને પણ મસ્કે કાઢી મુક્યો. આ સ્થિતિનો લાભ લેવા માટે માર્ક ઝુકર બર્ગે ઝુકાવ્યું છે.


મેટાના ટ્વિટર સાથે સ્પર્ધા કરતા થ્રેડ્સ હવે થોડા દિવસોથી ટ્રેન્ડમાં છે. લોન્ચ થયાના થોડા જ કલાકોમાં તે યુઝર્સથી ઉભરાઈ ગયું છે. ગૂગલ પ્લે સ્ટોર પરની આ એપની વિગતો અનુસાર અત્યાર સુધીમાં લગભગ દોઢ કરોડથી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી લીધી છે. ટેકનિકલ વાત પર ધ્યાન આપીએ તો નિષ્ણાતોના મતે આ એપમાં એક સૌથી મોટી ખામી છે. જોકે, આ ખામી વિશે ઘણાં ઓછા લોકો જાણતા હશે. જેના કારણે આ એપ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપથી પાછળ રહી જાય એવું અત્યારથી પ્રતિત થઈ રહ્યું છે. જોકે, આગળ જતાં આમાં કોઈ મોટા ફેરફાર કરીને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવાય તો અલગ વાત છે.


મહત્ત્વનું છેકે, જે યુઝર્સ રોજ ઓફિસે જાય છે અથવા મોબાઈલનો વધુ ઉપયોગ કરી શકતા નથી, તેમના માટે તેનો કોઈ ફાયદો નથી. એટલે કે જે યુઝર્સ આખો દિવસ લેપટોપ, કોમ્પ્યુટર વગેરે પર કામ કરે છે, તેઓ આ એપનો લાભ લઈ શકતા નથી. થ્રેડ્સ એપ્લિકેશનમાં આપણે જે ખામી વિશે વાત કરી રહ્યા છીએ તે એ છે કે જે રીતે Instagram, Facebook, WhatsApp અને પ્રતિસ્પર્ધી ટ્વિટરના વેબ વર્ઝનો પણ ઉપલબ્ધ છે. પરંતુ તમને થ્રેડ્સ એપ્લિકેશન માટે વેબ વર્ઝન મળી રહ્યું નથી. એટલે કે, જો તમે ઓફિસમાં છો અથવા લેપટોપ વગેરે પર કામ કરી રહ્યા છો, તો તમે તેના પર ઇન્સ્ટાગ્રામના થ્રેડ્સનો ઉપયોગ કરી શકશો નહીં. આ માત્ર એક મોબાઈલ અથવા ટેબલેટ એપ છે જેમાં તમને વેબ વર્ઝન નથી મળી રહ્યું. તમે તેને તમારી સિસ્ટમમાં ચલાવી શકશો નહીં, તમારે થ્રેડ્સ એપ્લિકેશન ચલાવવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો પડશે.


થ્રેડ્સ ફીચર્સ-
થ્રેડ્સ એપ ટ્વિટરની જેમ જ કામ કરે છે, જેના પર તમે ફોટા અને વીડિયો શેર કરી શકો છો. ટ્વિટર પર તમને 280 શબ્દોની મર્યાદા મળે છે પરંતુ તમને થ્રેડ્સ એપ પર 500 શબ્દો લખવાની સ્વતંત્રતા મળી રહી છે. ટ્વિટરની જેમ, થ્રેડ્સ એપ્લિકેશન પર કોઈની પોસ્ટ પરની ટિપ્પણીઓ ફરીથી શેર કરી શકાય છે.


આ સિવાય એપમાં કેટલીક અન્ય ખામીઓ છે જે યુઝર્સને મુશ્કેલીમાં મૂકી શકે છે. જેમ તમે જાણો છો, આ એપ ઈન્સ્ટાગ્રામના યુઝરનેમ અને ફોલોઅર્સને ઓટોમેટીક એક્સેસ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે ક્યારેય થ્રેડ્સના એકાઉન્ટને નિષ્ક્રિય કરો છો, તો તમારો ઇન્સ્ટાગ્રામ ડેટા પણ જતો રહેશે. પ્લેટફોર્મના FAQ પેજ મુજબ, વપરાશકર્તાઓ જ્યારે પણ ઇચ્છે ત્યારે તેમની વ્યક્તિગત પોસ્ટ્સ કાઢી શકે છે, પરંતુ થ્રેડ એકાઉન્ટને નિષ્ક્રિય કરવાથી તેમના Instagram એકાઉન્ટને કાઢી નાખવાનું જોખમ રહે છે. એટલે કે, એક વાત સ્પષ્ટ છે કે જો તમે થ્રેડ્સ એપ પર આવો છો, તો તે તમારી પોતાની મરજીથી છે પરંતુ તમે એપની મરજી પર જશો, એટલે કે એપ્લીકેશન તમને ઈન્સ્ટાગ્રામ પર તમારું એકાઉન્ટ ડિલીટ કરવાની ધમકી આપી રહી છે.