Aloo Paratha: આલુ પરોઠા એવી વાનગી છે જે નાના-મોટા સૌ કોઈને ભાવે છે. ખાવામાં સ્વાદિષ્ટ આલુ પરોઠા બનાવવામાં ઝંઝટ લાગે છે. તેમાં પણ જો વધારે લોકો માટે આલુ પરોઠા બનાવવા હોય તો તેમાં કલાકોનો સમય નીકળી જાય છે. જો આલુ પરોઠા બનાવતી વખતે ધ્યાન રાખવામાં ન આવે તો પરોઠા વણતી વખતે પરોઠા ફાટી પણ જાય છે અને બરાબર બનતા પણ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  વજન ઘટાડવાનો આનાથી સરળ રસ્તો બીજો કોઈ નથી, ડાયટ કે એક્સરસાઈઝ વિના ફટાફટ ઘટે છે વજન


આ બધી જ સમસ્યા અને ઝંઝટમાંથી મુક્તિ મેળવીને ફટાફટ આલુ પરોઠા બનાવવા હોય તો આજે તમને એક જોરદાર ટ્રીક જણાવીએ. જો તમારે અચાનક જ ઘરે આલુ પરોઠા બનાવવાનું થાય તો તમે આ રીત ટ્રાય કરી શકો છો. આ રીતે આલુ પરોઠા બનાવવામાં સમય પણ વધારે નહીં લાગે અને આલુ પરોઠા એકદમ ટેસ્ટી લાગશે. 


ઇન્સ્ટન્ટ આલુ પરોઠા માટેની સામગ્રી 


આ પણ વાંચો: ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખી


બે બાફેલા બટેટા 
એક ઝીણી સમારેલી ડુંગળી 
એક ઝીણું સમારેલું લીલું મરચું 
અડધી ચમચી લસણની પેસ્ટ 
લીલા ધાણા ઝીણા સમારેલા 
એક કપ લોટ 
પરોઠા શેકવા માટે ઘી કે તેલ 
પાણી જરૂર અનુસાર 
મીઠું સ્વાદ અનુસાર 


ઇન્સ્ટન્ટ આલુ પરોઠા બનાવવાની રીત 


આ પણ વાંચો: Beauty Tips: બેજાન ત્વચાની રંગત પરત લાવવા આ વસ્તુમાં ચંદન મિક્સ કરી લગાડો ચહેરા પર


સૌથી પહેલા એક મોટા બાઉલમાં બાફેલા બટેટાને મેશ કરી લો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી લીલા મરચાં, ધાણા, લસણની પેસ્ટ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં લોટ ઉમેરી ધીરે ધીરે પાણી ઉમેરી બેટર તૈયાર કરો. તૈયાર કરેલા બેટરને દસ મિનિટ રેસ્ટ આપો અને પછી સારી રીતે ફેટો. હવે એક નોનસ્ટિક તવાને ગરમ કરી તેમાં મોટા ચમચાની મદદથી તૈયાર કરેલા બેટરને પાથરો. ગરમ તવા પર પરોઠાને ઘી અથવા તો તેલ વડે બંને તરફ સારી રીતે શેકો. ગરમાગરમ પરોઠાને ગ્રીન ચટણી અને દહીં સાથે સર્વ કરો.