maharaja bhupinder singh : પટિયાલાના મહારાજા વર્ષમાં એકવાર એકદમ નગ્ન થઈને પોતાની પ્રજાની સામે આવતા હતા. આ પ્રથા પટિયાલાના સાતમા મહારાજા સર ભૂપેન્દ્રસિંહ (1891-1938) સુધી ચાલી હતી. સવાલ એ છે કે, તેઓ આવુ કેમ કરતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છાતી પર એક કવચ રહેતું
પટિયાલાના શીખ મહારાજાની પાસે હીરા ઝવેરાતનો મોટો ભંડાર હતો. તેમની પાસે એક એકથી ચઢિયાતા અનમોલ રત્ન હતા. અનેક પ્રકારના આભૂષણો હતા. તેમાંથી એક હતું 10001 હીરોથી જડેલું કવચ. જેને પટિયાલાના મહારાજા પોતાની છાતી પર પહેરીને ફરતા હતા. તેઓ વર્ષમાં એકવાર આ કવચને પહેરીને નગ્ન અવસ્થામાં પોતાની પ્રજાની સામે જતા હતા. આ દરમિયાન તેમનું લિંગ ઉત્તેજિત રહેતુ હતું. 


અમદાવાદીઓ નવુ ઘર લેતા પહેલા ચેક કરી લેજો, ક્યાંક તમારુ મકાન તો આવું ઢચુપચુ નથી ને


ડોમીનિક લાપિયર અને લૈરી કોલિન્સના ચર્ચિત પુસ્તક ફ્રીડમ એટ મીડનાઈટમાં લખાયુ છે કે, પોતાના મહારાજાની આવી હરકતને પ્રજા શિવલિંગની લૌકિક અભિવ્યક્તિ માનતી હતી. જ્યારે મહારાજા પોતાની પ્રજાની વચ્ચે નીકળતા હતા, ત્યારે સૌ ખુશીથી તાળી વગાડતા હતા. 


આવું કેમ કરતા હતા
પટિયાલાની પ્રજાનું એવુ માનવું છે કે, તેમના રાજાના લિંગથી એવી શક્તિઓ નીકળે છે, જે તેમની રાજ્યની સીમાઓ પર રહેતા તમામ ભૂતપ્રેતને ભગાવતી હતી. આ પ્રથા પટિયાલાના સાતમા મહારાજા ભૂપેન્દ્રસિંહ સુધી ચાલી હતી, જેમના વિશે એવુ કહેવાય છે કે, તેઓ આખો દિવસ વાસનામાં જ ડૂબેલા રહેતાહ તા.


તેમની જીવન પર એક નજર
મહારાજા સર ભૂપેન્દ્રસિંહનો જન્મ પટિયાલાના મોતીબાગ મહેલમાં થયો હતો. તેમનો અભ્યાસ લાહૌરના એચિસન કોલેજથી થયો હતો. તેઓએ ક્રિકેટ અને પોલો માટે એક જુનુન વિકસાવ્યુ હતું. એક દુર્ઘટનામાં પિતા રાજિન્દર સિંહના મોત બાદ તેઓ માત્ર 9 વર્ષની ઉમરમાં સિંહાસન પર બેસ્યા હતા. જોકે, તેમના હાથમાં 18 વર્ષના થવા પર શાસન આવ્યું હતું. 


ભુપેન્દ્રસિંહ અંગ્રેજોના પ્રતિ વફાદાર રહ્યા હતા. ઈંગ્લેન્ડ પ્રતિ તેમની વફાદારી 1911 માં વધુ સાબિત થઈ, જ્યારે કિંગ જ્યોર્જ પંચમ અને ક્વીન મેરીના રાજ્યાભિષેકમાં તેઓ એક મોરની જેમ સજીને પહોંચ્યા હતા. 


પટિયાલાના રાજા ભુપેન્દ્રસિંહની હરમમાં તે સમયે લગભગ 350 જેટલી મહિલાઓ હતી. તેઓ પોતાના માટે સુંદર અને વિવિધ કલાઓમાં નિપુણ મહિલાઓની પસંદગી કરતા હતા. તેઓએ પોતાના હરમમાં મહિલાઓ માટે એક લેબોરેટરી બનાવી હતી, જ્યાં મેકઅપ આર્ટિસ્ટથી લઈને પ્લાસ્ટિક સર્જન રાખવામાં આવ્યા હતા.