International Women's Day 2023: દર વર્ષે 8 માર્ચે, સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ મહિલાઓની સાંસ્કૃતિક, રાજકીય અને ઐતિહાસિક સિદ્ધિઓની ઉજવણી કરતો વૈશ્વિક દિવસ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ વિશ્વભરમાં મહિલાઓનું સન્માન કરતી જાહેર રજા છે. પરંતુ શું તમે જાણો છો કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ શા માટે ઉજવવામાં આવે છે? તેની પાછળનો ઈતિહાસ અને મહત્વ શું છે?  નથી ખબર, તો ચાલો તમારા આ પ્રશ્નનો જવાબ જાણીએ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે?
28 ફેબ્રુઆરી, 1909ના રોજ, અમેરિકાની સમાજવાદી પાર્ટીએ ન્યૂયોર્કમાં રાષ્ટ્રીય મહિલા દિવસની સ્થાપના કરી. તે શ્રમ કાર્યકર્તા થેરેસા મલ્કીએલ દ્વારા ગારમેન્ટ કામદારો વિરુદ્ઘ શહેરવ્યાપી વિરોધ પ્રદર્શન માટે પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. તે વર્ષ પછી અમેરિકન સમાજવાદીઓ પાસેથી પ્રેરણા લઈને  જર્મન પ્રતિનિધિઓએ  મહિલા દિવસના વિચારનો પ્રસ્તાવ રાખ્યો. જો કે, તે સમયે કોઈ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી ન હતી.


આ પછી, યુનાઇટેડ નેશન્સે 1975 માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું અને 1977 માં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ મહિલાઓના અધિકારો અને વૈશ્વિક શાંતિના સમર્થનમાં 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કર્યો. ત્યારથી આજદિન સુધી આ દિવસ મહિલાઓના નામે ઉજવવામાં આવે છે અને દર વર્ષે તેના માટે અલગ અલગ થીમ બનાવવામાં આવે છે.



આ પણ વાંચો:
GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, 26 માર્ચે લેવાનારી આ પરીક્ષા મોકૂફ
હવે ઉત્તર-પૂર્વ ન તો દિલ્હીથી દૂર છે કે ન તો દિલથી, ચૂંટણી પરિણામો પર બોલ્યા PM મોદી
પૂર્વોત્તરમાં મોટી જીતે ભાજપને 2024ની સામાન્ય ચૂંટણી પહેલાં આપ્યા આ જીતના 6 મંત્ર


આ દિવસ ઘણી રીતે મહત્વપૂર્ણ છે કારણ કે તે મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે. લિંગ સમાનતા વિશે જાગૃતિ ફેલાવે છે અને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપે છે.


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023 ની થીમ
આ વર્ષે મહિલા દિવસની થીમ  DigitALL: Innovation and technology for gender equality છે. આ મહીલાઓની સ્થિતિ પર કમિશન ઓન ધ સ્ટેટસ ઑફ વુમન (CSW-67)ના આગામી 67મા સત્ર માટે પ્રાથમિકતા થીમ સાથે સંરેખિત છે એટલે કે ડિજીટલ યુગમાં નવીનતા અને તકનીકી પરિવર્તન દ્વારા તમામ મહિલાઓની લિંગ સમાનતા અને સશક્તિકરણ અને તેમને શિક્ષિત કરવા.


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઉદ્દેશ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો હેતુ મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરવાનો અને લિંગ સમાનતાની હિમાયત કરવાનો છે. આ દિવસનો હેતુ લિંગ સમાનતા વિશે જાગૃતિ લાવવાનો પણ છે જેથી કરીને આપણા સમાજના સૌથી સંવેદનશીલ સભ્યોને તમામ ક્ષેત્રોમાં સમાન અધિકાર મળે, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં સમાન ભાગીદારીને પ્રોત્સાહન મળે.



આ પણ વાંચો:
ગુજરાતમાં કોંગ્રેસ મહિલા નેતા દારૂના ધંધામાં મદમસ્ત, વિદેશી બ્રાન્ડ મંગાવતી અને પછી.
અસમથી અરૂણાચલ સુધી સાત વર્ષમાં ભાજપે પૂર્વોત્તરમાં બનાવ્યો દબદબો
ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપ બનાવશે સરકાર, મેઘાલયમાં NPP સાથે કરશે ગઠબંધન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube