ભારતીયો આનંદો...હવે આ મુસ્લિમ દેશ સહિત 2 દેશમાં પણ વગર વિઝાએ ફરી શકશો
Visa Free Entry: હાલમાં જ શ્રીલંકા, થાઈલેન્ડ, અને મલેશિયાએ ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાનો નિર્ણય લીધો હતો. હવે બીજા બે દેશ વિઝા વગર એન્ટ્રી આપશે. હેનલે એન્ડ પાર્ટનર્સના 2023ના નવા પાસપોર્ટ સૂચકઆંક મુજબ ભારતીય પાસપોર્ટધારક હવે 57 દેશોમાં વિઝાની સમસ્યા વગર પ્રવાસ કરી શકશે. જેમાં વિઝા મુક્ત પ્રવાસ, વિઝા ઓન અરાઈવલ સર્વિસ અને ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન (ETA) વાળા દેશ સામેલ છે.
ભારતીયો માટે વિઝા ફ્રી દેશોની યાદી લાંબી થતી જાય છે. હવે આ યાદીમાં બીજા પણ બે દેશો ઉમેરાયા છે. જેમણે ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રી માટે મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે ભારતીયોએ આ બે દેશ જવા માટે ખાલી પાસપોર્ટની જરૂર પડશે, વિઝાની નહીં. હાલ આ યાદીમાં મલેશિયા, થાઈલેન્ડનું નામ જોડાયેલું છે. વિયેતનામ પણ જલદી સામેલ થશે.
આ 2 દેશોએ આપી વિઝા ફ્રી એન્ટ્રીને મંજૂરી
કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ જાહેરાત કરી કે વિદેશી પ્રવાસીઓને જાન્યુઆરી 2024થી દેશમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર પડશે નહીં. બીજી બાજુ ઈસ્લામિક દેશ ઈરાને પણ 33 દેશના મુસાફરોની વિઝાની જરૂરિયાને માફ કરી છે જેમાં ભારત પણ સામેલ છે. રાષ્ટ્રપતિ રૂટોએ એ વાત પર ભાર મૂક્યો કે કેવી રીતે ઓનલાઈન પ્લેટફોર્મથી વિઝા પ્રોસેસમાં તેજી આવી છે. તેનાથી પહેલાથી ઓછો સમય લાગશે અને ટુરિઝમ અને ઈન્ટરનેશનલ સંબંધોને સારા કરવામાં મદદ મળશે.
વધુ પ્રવાસીઓ આકર્ષાશે
એડમિશન પ્રોસેસમાં તેજી લાવવા માટે હાલમાં બનાવવામાં આવેલા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની સરકારની આ યોજના છે. કેન્યાની અર્થવ્યવસ્થા મોટાભાગે ટુરિઝમ પર નિર્ભર છે. આ દેશ પોતાના વિવિદ પરિદ્રશ્યો અને સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. વિઝાની જરૂરિયાત ખતમ કરીને સરકારને વધુમાં વધુ વિદેશી પ્રવાસીઓ આકર્ષાશે તેવી આશા છે.
કેન્યા ઉપરાંત ઈરાન ભારત સહિત 33 દેશોના મુસાફરો માટે વિઝાની જરૂરિયાતને ખતમ કરશે. આ પગલાંનો હેતુ પર્યટનને પ્રોત્સાહન આપવા અને દુનિયાભરથી વધુ પર્યટકોને આકર્ષવાનો છે. હાલમાં જ શ્રીલંકા, થાઈલેન્ડ, અને મલેશિયાએ ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાનો નિર્ણય લીધો હતો. હેનલે એન્ડ પાર્ટનર્સના 2023ના નવા પાસપોર્ટ સૂચકઆંક મુજબ ભારતીય પાસપોર્ટધારક હવે 57 દેશોમાં વિઝાની સમસ્યા વગર પ્રવાસ કરી શકશે. જેમાં વિઝા મુક્ત પ્રવાસ, વિઝા ઓન અરાઈવલ સર્વિસ અને ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન (ETA) વાળા દેશ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube