રેલવેની રામાયણ યાત્રાથી રામલલા સહિત કાશી વિશ્વનાથનાં કરો દર્શન, ઓછા ભાડામાં મળશે આ સુવિધાઓ
IRCTC એ ભગવાન રામમાં આસ્થા ધરાવતા પ્રવાસીઓ માટે `દેખો અપના દેશ` કાર્યક્રમ હેઠળ `શ્રી રામાયણ યાત્રા` શરૂ કરી છે. પ્રવાસીઓના ઉત્સાહને જોતા IRCTCએ બીજી ટ્રિપ કરવાનો નિર્ણય લીધો છે. શ્રી રામાયણ યાત્રાની બીજી ટ્રેન યાત્રા 12મી ડિસેમ્બરથી શરૂ થશે. આ યાત્રા 17 દિવસની હશે અને પ્રવાસ દરમિયાન પ્રવાસીઓ રામલલા અને હનુમાનગઢી તેમજ સીતાજીનાં જન્મ સ્થળ અને કાશી વિશ્વનાથના દિવ્ય દર્શન કરી શકશે.
નવી દિલ્હીઃ IRCTC રામાયણ સર્કિટ ટ્રેન: IRCTC એ ભગવાન રામમાં આસ્થા ધરાવતા પ્રવાસીઓ માટે 'દેખો અપના દેશ' કાર્યક્રમ હેઠળ 'શ્રી રામાયણ યાત્રા' શરૂ કરી છે. પ્રવાસીઓના ઉત્સાહને જોતા IRCTCએ બીજી ટ્રિપ કરવાનો નિર્ણય લીધો છે. શ્રી રામાયણ યાત્રાની બીજી ટ્રેન યાત્રા 12મી ડિસેમ્બરથી શરૂ થશે. આ યાત્રા 17 દિવસની હશે અને પ્રવાસ દરમિયાન પ્રવાસીઓ રામલલા અને હનુમાનગઢી તેમજ સીતાજીનાં જન્મ સ્થળ અને કાશી વિશ્વનાથના દિવ્ય દર્શન કરી શકશે.
IRCTC અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય રેલવે દ્વારા ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ચલાવવામાં આવતી શ્રી રામાયણ યાત્રા માટે પ્રવાસીઓએ જબરદસ્ત ઉત્સાહ દર્શાવ્યો છે. આ પ્રવાસ માટેની ટ્રેન આજે એટલે કે 7 નવેમ્બરથી દિલ્લીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થશે. જે પ્રવાસીઓને ભગવાન શ્રી રામ સંબંધિત તમામ મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોની મુલાકાત કરાવશે. આ પ્રવાસી ટ્રેનની તમામ સીટો પ્રવાસીઓ દ્વારા આરક્ષિત કરવામાં આવી છે. આ જ કારણ છે કે IRCTCએ ફરી એકવાર 12 નવેમ્બરથી નવી ટ્રીપનું આયોજન કર્યું છે.
આ યાત્રા કુલ 17 દિવસમાં પૂર્ણ થશે. યાત્રાનું પહેલુ સ્ટોપ ભગવાન શ્રી રામનું જન્મસ્થળ અયોધ્યા હશે. જ્યાં શ્રી રામ જન્મભૂમિ મંદિર, શ્રી હનુમાન મંદિર અને નંદીગ્રામના ભારત મંદિરના દર્શન કરવામાં આવશે. આ ટ્રેન અયોધ્યાથી રવાના થયા બાદ સીતામઢી જશે. જ્યાં જાનકીના જન્મ સ્થળ અને નેપાળના જનકપુર સ્થિત રામ જાનકી મંદિરની મુલાકાત લઈ શકાય છે. ટ્રેનનું આગલું સ્ટોપ કાશી હશે, જે ભગવાન શિવનું શહેર છે. જ્યાંથી આ ટ્રેન ટુરિસ્ટ બસ દ્વારા કાશીના પ્રસિદ્ધ મંદિરો સહિત સીતા સમાહિત સ્થળની મુલાકાત લીધા બાદ 17માં દિવસે દિલ્હી પહોંચશે. આ દરમિયાન ટ્રેન દ્વારા લગભગ 7500 કિમીની યાત્રા પૂર્ણ કરવામાં આવશે.
અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ સંપૂર્ણ A.C પ્રવાસી ટ્રેનમાં મુસાફરો માટે બે રેલ ડાઈનિંગ રેસ્ટોરન્ટ, એક આધુનિક કિચન કાર તથા મુસાફરો માટે ફૂટ મસાજર, મિની લાઈબ્રેરી, આધુનિક અને સ્વચ્છ શૌચાલય અને શાવર ક્યુબિકલ્સ વગેરેની સુવિધા હશે. આ સાથે સુરક્ષા માટે સુરક્ષા ગાર્ડ, ઈલેક્ટ્રોનિક લોકર અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. આ વિશેષ પ્રવાસી ટ્રેન ભારત સરકારના પ્રવાસન મંત્રાલયની "દેખો અપના દેશ" પહેલને અનુરૂપ સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ચલાવવામાં આવી રહી છે. IRCTC એ AC ફર્સ્ટ ક્લાસની મુસાફરી માટે વ્યક્તિ દીઠ રૂ. 1,02,095 અને એસી સેકન્ડ ક્લાસની મુસાફરી માટે રૂ. 82,950/- પ્રતિ વ્યક્તિનું પેકેજ નક્કી છે. આ ટૂર પેકેજની કિંમતમાં મુસાફરોને સ્વાદિષ્ટ શાકાહારી ભોજન, AC બસો દ્વારા પ્રવાસન સ્થળોની મુલાકાત, AC હોટલમાં રહેવાની સગવડ, ગાઈડ અને ઈન્સ્યોરન્સ વગેરે ઉપરાંત રેલ મુસાફરી પણ આપવામાં આવશે. સરકાર/PSU કર્મચારીઓ પણ ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાના આધારે પાત્રતા અનુસાર આ પ્રવાસ પર LTC સુવિધા મેળવી શકે છે.
irctctourism.com પર જઈ શકે છે અને ઓનલાઈન બુકિંગ પણ કરી શકે છે. બુકિંગ સુવિધા અધિકૃત વેબસાઈટ પર, ‘પહેલે આઓ-પહેલે પાઓ’નાં ધોરણે ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે નીચેના મોબાઈલ નંબરો 8287930202, 8287930299, 8287930157 પર સંપર્ક કરી શકાય છે.
સ્વચ્છતા અને કોરોના પ્રોટોકોલ પર વિશેષ ધ્યાન- મુસાફરીના સમગ્ર સમયગાળા દરમિયાન, IRCTC ટીમ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ પ્રોટોકોલનું ધ્યાન રાખશે અને મુસાફરોને સલામત અને ટેન્શન મુક્ત અનુભવ આપવાનો પ્રયાસ કરશે. IRCTC દ્વારા તમામ પ્રવાસીઓને ફેસ માસ્ક, હેન્ડ ગ્લોવ્સ અને સેનિટાઈઝર રાખવા માટે સુરક્ષા કીટ પણ આપવામાં આવશે. આ મુસાફરીના બુકિંગ માટે, 18 વર્ષ અને તેથી વધુ વય જૂથના દરેક મુસાફર માટે કોવિડ રસીના બંને ડોઝ લેવાનું ફરજિયાત રહેશે. વધુ વિગતો માટે, મુસાફરો IRCTC વેબસાઈટ