વેલેન્ટાઈન્સ ડે પ્રેમનો દિવસ કહેવાય છે. જેના કારણે દુનિયાભરમાં 14મી ફેબ્રુઆરીનો દિવસ વેલેન્ટાઈન્સ ડે ખુબ ધામધૂમથી ઉજવાય છે. જો તમે પણ આ વેલેન્ટાઈન્સ ડે પર તમારા પાર્ટનર સાથે ફરવાનું પ્લાનિંગ કરતા હોવ તો IRCTC એ તમારા માટે શાનદાર ટુર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજ હેઠળ તમને 3 દિવસ અને 4 રાત થાઈલેન્ડમાં ફરવાની તક મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પેકેજમાં તમને પટ્ટાયા અને બેંગકોક ફરવા મળશે. આ પેકેજ ટુર 14 ફેબ્રુઆરીએ શરૂ  થશે. આ સમગ્ર પેકેજ પર તમારે ઓછામાં ઓછા 48,470 (વ્યક્તિદીઠ) રૂપિયા ખર્ચ કરવા પડશે. આ પેકેજમાં તમને હોટલમાં રહેવાનું, ફ્લાઈટ ટિકિટ, ખાણી પીણી વગેરે સુવિધાઓ મળશે. આ પેકેજની શરૂઆત હૈદરાબાદથી થશે. 


શું છે પેકેજની ખાસિયતો
પેકેજનું નામ Treasures Of Thailand, Valentine’s Day Special Ex Hyderabad (SHO12) છે. 
ડેસ્ટિનેશન- બેંગકોક અને પટ્ટાયા
ટુર ડેટ- 14 ફેબ્રુઆરી 2024
ટુરનો સમય- 4 દિવસ/3 રાત
મીલ પ્લાન- બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર
ટ્રાવેલિંગ મોડ- ફ્લાઈટ
એરપોર્ટ/પ્રસ્થાન સમય- હૈદરાબાદ એરપોર્ટ / 00.45 વાગે (મધરાતે)


ભાડું કેટલું
પેકેજના ખર્ચાના વાત કરીએ તો જો તમે આ ટ્રિપ એકલા ફરવા માંગતા હોવ તો તેના માટે તમારે 56,845 રૂપિયા ખર્ચ કરવા પડશે. પરંતુ જો તમે કપલ તરીકે જાઓ તો પ્રતિ વ્યક્તિ તમને 48,470 રૂપિયા ખર્ચ થશે. આ ઉપરાંત ત્રણ લોકોની સાથે મુસાફરી કરો તો પ્રતિ વ્યક્તિ 48,470 રૂપિયા જ ખર્ચ કરવા પડશે. પેકેજમાં બાળકો માટે બેડ સાથે 46,575 રૂપિયા અને વગર બેડ 41,550 રૂપિયા ભાડું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube