ઘણી વખત એવું બને છે કે, જ્યારે તમે ઘરની બહાર હોવ ત્યારે તમારું મન એકદમ શાંત રહે છે અને તમારું વર્તન સારું હોય છે. પરંતુ ઘરમાં પ્રવેશતાની સાથે જ તમારું મન અશાંત થઈ જાય છે અથવા તો તમે દુઃખી થવા લાગો છો. ઘરનું વાતાવરણ પણ ભારે લાગે છે. એટલે કે, આવું વાતાવરણ હોય તો સમજી લેવું કે ઘરમાં નકારાત્મક ઉર્જા છે. તેનો અર્થ એ છે કે, તમારો ગુરુ નબળો છે અને ઘરની શુભતા ઓછી થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરનું વાતાવરણ બનાવો સકારાત્મકઃ
ઘરનું વાતાવરણ સકારાત્મક રાખવા માટે દરરોડ સાંજે ઘરના પૂજા સ્થાન પર દીવો પ્રગટાવો. આખા ઘરમાં ગુગલનો ધૂપ અને અગરબત્તી સળગાવો. ઘરમાં પવિત્રતા લાવો. ગાયત્રી મંત્ર સાંભળો.  સવાર-સાંજ ભગવાનની પૂજા કરો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે.


ઈલેક્ટ્રોનિક્સ સામાન ખરાબ હોયઃ
જો ઘરમાં ઈલેક્ટ્રોનિક્સનો સામાન વારંવાર ખરાબ થાય અથવા બલ્બ, ટ્યુબ લાઈટ વારંવાર ફ્યુઝ થાય તો તેનો અર્થ એ છે કે, ઘરનો રાહુ ખરાબ છે. આ સાથે અકસ્માતની શક્યતાઓ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં ઘરના મુખ્ય સ્થાનો પર લાલ સ્વસ્તિક લગાવો. રૂમના દરવાજાની બહાર લાલ સ્વસ્તિક લગાવો અથવા ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર સ્વસ્તિક લગાવો. ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાનો પ્રયાસ કરો.


ઘરમાં વારંવાર ઝઘડો થવોઃ
જો ઘરમાં કોઈ કારણ વગર ઝઘડો થાય અથવા વાદ-વિવાદ એટલો વધી જાય છે કે સંબંધ તૂટવાની અણીએ આવી જાય. જો પરિવારના સભ્યો વચ્ચે મુશ્કેલીઓ વધી રહી હોય તો તેનો અર્થ છે કે, મંગળની સ્થિતિ પરિવાર માટે સારી નથી. આ માટે એવા ઘરમાં રહો જ્યાં પૂરતો સૂર્યપ્રકાશ હોય. આ સાથે જ શનિવારે સાંજે ઘરના બધા લોકો સાથે મળીને સુંદરકાંડનો પાઠ કરો અને હનુમાનજીની પૂજા કરો. અથવા દિવસમાં બે વાર સવારે અને સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાથી ઘરમાં થતા ઝઘડા પણ ઓછા થશે. સાથે જ ઘરમાં લાલ રંગની વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો.


ઘરમાં કોઈને કોઈ બીમાર જ રહેઃ
ઘરમાં હંમેશા કોઈને કોઈ બીમાર રહે અથવા તો ઘરની આવક દવાઓમાં જ જતી રહેતી હોય તો આવી સ્થિતિમાં સમજી લો કે ઘરમાં સૂર્યનો પ્રભાવ નબળો છે. સૂર્યના પ્રભાવને દૂર કરવા માટે દરરોજ સવારે ઘરે ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરો. ગાયત્રી મંત્રનો અવાજ ઘરમાં ગુંજવો જોઈએ. બંને સમય રાંધ્યા પછી સૌથી પહેલાં ભગવાનને ભોજન અર્પણ કરો. તેનાથી ઘરમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.


ઘરમાં સુખ-શાંતિ માટે કરો આ ઉપાયઃ


1. ઘરમાં સુખ-શાંતિ માટે યોગ્ય સ્વચ્છતા જાળવવી જોઈએ. ઘરની જૂની વસ્તુઓને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. ઘરમાંથી બિનજરૂરી વસ્તુઓ પણ કાઢી નાખો. 


2. એવા ઘરમાં રહો કે જ્યાં સૂર્યપ્રકાશ પૂરતો આવી શકતો હોય. સૂર્યના કિરણો ઓછામાં ઓછા 10 મિનિટ સુધી ઘર પર પડે છે. એવું માનવામાં આવે છે કે, દિવસના પ્રકાશ અને સૂર્યના કિરણો સકારાત્મક ઉર્જા બનાવે છે.


3. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરના ખૂણાઓને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેની સાથે ઘરના રંગોનું પણ એટલું જ મહત્વ છે. માટે તમે ઘરના રંગો સાથે આ આકાર બદલી શકો છો.