Panjiri Recipe: જન્માષ્ટમીનો ભોગ પંજીરી વિના અધુરો, જાણી લો શ્રીકૃષ્ણની પ્રિય પંજીરી બનાવવાની રીત
Panjiri Recipe:ઘણા લોકો ઘરમાં લડ્ડુ ગોપાલની પૂજા કરી કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે. જો તમે પણ ઘરમાં કૃષ્ણ જન્મ ઉજવતા હોય તો તમને ખબર જ હશે કે જન્મોત્સવ પછી ભગવાનને પંજરીનો ભોગ ધરાવવામાં આવે છે. જન્માષ્ટમીનો ભોગ પંજરી વિના અધુરો ગણાય છે. પ્રસાદ માટે પંજીરી કેવી રીતે બનાવવી ચાલો તમને જણાવીએ.
Panjiri Recipe: શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમની તિથિએ દેશભરમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી 26 ઓગસ્ટ અને સોમવારે આવી રહી છે. જન્માષ્ટમીની ઉજવણી કરવાની અને ઘરમાં ભગવાન કૃષ્ણની પૂજા કરવાની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ચૂકી હશે. જન્માષ્ટમી પર્વનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. ઘરે-ઘરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે ઘરમાં ભગવાન કૃષ્ણની વિશેષ પૂજા થાય છે.
આ પણ વાંચો: મફતમાં મળતા આ લાલ ફૂલથી ચહેરાની કરચલીઓ થશે ઓછી, 40 વર્ષે પણ ત્વચા દેખાશે 25 જેવી
ઘણા લોકો ઘરમાં લડ્ડુ ગોપાલની પૂજા કરી કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે. જો તમે પણ ઘરમાં કૃષ્ણ જન્મ ઉજવતા હોય તો તમને ખબર જ હશે કે જન્મોત્સવ પછી ભગવાનને પંજરીનો ભોગ ધરાવવામાં આવે છે. જન્માષ્ટમીનો ભોગ પંજરી વિના અધુરો ગણાય છે.
ઘણા લોકો એવા હોય છે જેમને પંજરી કેવી રીતે બનાવી કે ખબર નથી હોતી. જો તમને પણ પંજરી બનાવતા ન આવડતી હોય તો ચાલો તમને પંજરી કેવી રીતે બનાવી તે જણાવી દઈએ. આજે તમને વસ્તુઓના પરફેક્ટ માપ સાથે પંજીરી બનાવવાની રીત જણાવીએ. આ રીતે પંજીરી બનાવીને તમે ભગવાન કૃષ્ણને ભોગ ધરાવી શકો છો..
આ પણ વાંચો: Kankhajura: બાથરુમમાં વારંવાર નીકળે છે કાનખજૂરા? આ ટીપ્સ અપનાવી મેળવો કાયમી મુક્તિ
પંજીરી માટેની સામગ્રી
આખા સૂકા ધાણાનો પાવડર - 1 કપ
ઘી - અડધો કપ
સાકરનો પાવડર - અડધો કપ
કાજુ, બદામ, પિસ્તા, અને કિસમિસ ઝીણા સમારેલા - અડધો કપ
મખાના - 1/4 કપ
નારિયળનું ખમણ - 1/4 કપ
એલચી પાવડર - અડધી ચમચી
આ પણ વાંચો: Thick Malai: આ ટીપ્સ ફોલો કરશો તો રોજ દૂધ પર જામશે જાડી મલાઈ, ઘી પણ થાશે વધારે
પંજીરી બનાવવાની વિધિ
પંજીરી બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થઈ જાય પછી તેમાં આખા ધાણાનો પાવડર કરીને ઉમેરો. ધાણાને ધીમા તાપે સારી રીતે શેકો. જ્યારે ધાણામાંથી સુગંધ આવવા લાગે અને તેનો રંગ બદલી જાય તો ગેસ બંધ કરી તેને અલગ રાખો.
આ પણ વાંચો: 50 વર્ષ પછી પણ નીતા અંબાણીની જેમ સુંદર દેખાવું હોય તો રાત્રે પીવા લાગો આ ખાસ ડ્રિંક
હવે તે જ વાસણમાં થોડું ઘી ગરમ કરીને સમારેલા સુકા મેવા અને મખાનાને શેકી લો. મખાના ક્રિસ્પી થઈ જાય એટલે બધી જ વસ્તુને અલગ કાઢી અને ઠંડી કરી લો. હવે અન્ય એક વાસણમાં શેકેલો ધાણાનો પાવડર અને સાકર મિક્સ કરો. બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં શેકેલા મેવા, મખાના અને નાળિયેરનું ખમણ મિક્સ કરી એલચી પાવડર ઉમેરો. બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરો. જ્યારે પંજરી ઠંડી થઈ જાય તો તેને ભગવાન કૃષ્ણને ધરાવવો.