IRCTC Big News: જો તમે ગરમીની સિઝનમાં ભારતના સ્વર્ગ સમાન જમ્મુ કાશ્મીરની ખૂબસૂરતીને પોતાની આંખોથી નિહાળવા માગો છો તો તમારા માટે IRCTC એક આકર્ષક ઓફર લઈને આવ્યું છે. તમારા માટે IRCTCએ એક ખાસ એર પેકેજની જાહેરાત કરી છે. IRCTC આ પેકેજને કાશ્મીર હેવન ઓન અર્થ એક્સ મુંબઈ નામ આપ્યું છે. આ પેકેજમાં તમે શ્રીનગર, ગુલમર્ગ, સોનમાર્ગ અને પહલગામના ખૂબસૂરત મેદાનોની મુલાકાત લઈ શકો છો. કાશ્મીરની આ ટૂર 5 રાત અને 6 દિવસની હશે. આ હવાઈ યાત્રા મુંબઈથી શરૂ થશે. જેમાં તમે મુંબઈથી શ્રીનગર માટે ઉડાન ભરશો. શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ અને પહલગામની મુસાફરી પછી ફ્લાઈટ તમને મુંબઈ પાછી લાવશે. આ યાત્રા નિયમિત અંતરે આયોજિત કરવામાં આવી રહી છે. આ પેકેજ માટે યાત્રા 9,16,19,23 અને 30 એપ્રિલે 2023ના રોજ શરૂ થશે. જેમાં તમે કોઈપણ તારીખ પસંદ કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાસ્તો અને રાતનું ભોજન મળશે:
આ પેકેજમાં તમને બ્રેકફાસ્ટ અને ડિનરની સુવિધા મળશે. આ પેકેજમાં તમને નાઈટ સ્ટે માટે ડીલક્સ હોટલની સુવિધા મળશે. આ પેકેજમાં તમને નોન એસી ગાડીથી કાશ્મીરના અલગ-અલગ શહેરો અને જગ્યા પર ફરવાની તક મળશે. આ ટૂર પેકેજનું બુકિંગ IRCTCની વેબસાઈટ irctctourism.com પર જઈને કરી શકો છો. 


ટૂર પેકેજની હાઈલાઈટ્સ:
પેકેજનું નામ : કાશ્મીર હેવન ઓન અર્થ એક્સ મુંબઈ
જવાની તારીખ: 9,16,19,23 અને 30 એપ્રિલ 2023
ડેસ્ટિનેશન કવર: શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ અને પહલગામ
પ્રવાસનો સમય: 5 રાત અને 6 દિવસ
મુસાફરી મોડ - ફ્લાઈટ
પેકેજનું ભાડું - પ્રતિ વ્યક્તિ 42,000 રૂપિયા


પેકેજની વાત કરીએ તો કમ્ફર્ટ ક્લાસમાં ટ્રિપલ ઓક્યુપન્સી માટે પ્રતિ વ્યક્તિ ખર્ચ 42,000 રૂપિયા છે. ડબલ ઓક્યુપન્સી પર પ્રતિ વ્યક્તિ 42,300, જયારે સિંગલ ઓક્યુપન્સી માટે પ્રતિ વ્યક્તિ 59,800 રૂપિયા છે. બેડની સાથે 5થી 11 વર્ષના બાળક માટે 39,400 રૂપિયા અને બેડ વિના 5થી 11 વર્ષના બાળક માટે 34,400 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય બેડ વિના 2થી 4 વર્ષના બાળક માટે 26,800 રૂપિયા ચાર્જ છે.