પૈસાની તંગી છે? ભૂલ્યા વગર રાતે સૂતી વખતે ઓશિકા નીચે મૂકો 1 રૂપિયાનો સિક્કો, જાણો શું થશે ફાયદા
જો તમે આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા હોવ કે પછી નોકરી પણ જતી રહી હોય અને ધન કમાવવાના નવા રસ્તા મળતા ન હોય તો તમને આ એક રૂપિયાનો ટોટકો કામ લાગે તેવો છે. સૂતા પહેલા આ સિક્કાને બસ તકિયા નીચે રાખવાનું શરૂ કરી દો.
જો તમે આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા હોવ કે પછી નોકરી પણ જતી રહી હોય અને ધન કમાવવાના નવા રસ્તા મળતા ન હોય તો તમને આ એક રૂપિયાનો ટોટકો કામ લાગે તેવો છે. સૂતા પહેલા આ સિક્કાને બસ તકિયા નીચે રાખવાનું શરૂ કરી દો.
સૂતી વખતે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જાળવી રાખવા માટે વાસ્તુ શાસ્ત્રમાં અનેક તરીકા જણાવવામાં આવ્યા છે. જાણકારોનું કહેવું છે કે રાતે સૂતી વખતે કેટલાક ઉપાય કરવાથી સકારાત્મક ઉર્જાના લાભકારી પ્રભાવથી આપણું જીવન સારું બની શકે છે. તેના ફળ સ્વરૂપે જીવનની અનેક સમસ્યાઓનો સમાધાન થઈ શકે છે. રાતે સૂતી વખતે જ્યોતિષ શાસ્ત્ર જે કામ કામ કરવાની સલાહ આપે છે તેમાંથી એક છે તકિયા નીચે એક રૂપિયાનો સિક્કો રાખવો. તકિયા નીચે એક રૂપિયાનો સિક્કો રાખીને સૂવાના અનેક ફાયદા છે.
સૂતી વખતે ઓશિકા નીચે એક રૂપિયાનો સિક્કો રાખવાના ફાયદા!
1. રાતે સૂતી વખતે સ્વચ્છ ગાદલા પર તકિયાની નીચે એક રૂપિયાનો સિક્કો રાખી દો. બીજા દિવસે ઉઠીને તે સિક્કો કોઈ ગરીબને દાન કરી દો. એવું માનવામાં આવે છે કે જો તમે નિયમિત રીતે આમ કરો તો ધીરે ધીરે તમારી આર્થિક તંગી દૂર થઈ જશે.
2. જો તમે રોજ આવું કરશો તો તમારી સામે કમાણીના નવા રસ્તા પણ ખુલી શકે છે. અનેક સ્ત્રોતોથી કમાણી થવાથી તમારી નાણાકીય સ્થિતિમાં પણ સુધારો થશે.
3. વાસ્તુ શાસ્ત્ર મુજબ રાતે સૂતી વખતે ઓશિકા નીચે એક રૂપિયાનો સિક્કો રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે. જેવી આ ખરાબ ઉર્જા દૂર થશે કે તમારી પ્રગતિનો રસ્તો પણ સરળ બનશે.
એક રૂપિયાના સિક્કાથી કરો માતા લક્ષ્મીની પૂજા
તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે માતા લક્ષ્મીની પૂજામાં એક ટકાનો સિક્કો ચડાવો. માટીના દીવામાં સરસવનું તેલ નાખો. ત્યારબાદ તેને પ્રગટાવો. સમગ્ર પ્રક્રિયા દરમિયાન એક રૂપિયાનો સિક્કો તમારા હાથમાં રાખો. જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તેમની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube