Khus Sharbat Recipe: ઉનાળામાં આપણે બધાને ઠંડી વસ્તુ ખાવી કે પીવી ગમે છે. આ દિવસોમાં જો ઘરે કોઈ મહેમાન આવે તો તેમને પણ કંઈ ઠંડુ જ પીવડાવવામાં આવે છે. આવા સમયે મોટાભાગે ફટાફટ લીંબુ પાણી બને છે. પરંતુ તમારે આવું હવે નહીં કરવું પડે. કારણ કે આજે તમને જણાવીએ ફટાફટ ઘરે ખસનું શરબત બનાવવાની રીત. ખસનું શરબત બનાવું ખૂબ જ સરળ છે અને એક ટેસ્ટમાં પણ તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ શરબત ઉનાળામાં સ્વાસ્થ્ય માટે પણ સારું ગણાય છે. કારણ કે આ શરબત શરીરને ઠંડુ રાખવાની સાથે હાઇડ્રેટ પણ રાખે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


માત્ર 30 મિનિટમાં બનાવો ઉપરથી ક્રિસ્પી અંદરથી ચીઝી Cheese Cutlet


ભોજન બનાવવા માટે માટીના વાસણનો ઉપયોગ કરતા પહેલા જાણી લો આ વાત, નહીં તો થશે નુકસાન


ઉપરથી કેસરી દેખાતી કેરી ખરેખર મીઠી અને પાકેલી છે કે નહીં.. જાણો આ ટ્રિકની મદદથી


ખસનું શરબત બનાવવાની સામગ્રી

ખસ એસેન્સ -1 ચમચી
પાણી- 3 કપ
ખાંડ - 4 કપ 
ગ્રીન ફૂડ કલર -જરૂર અનુસાર 


શરબત બનાવવાની રીત


ગેસ પર એક પેન રાખો તેમાં પાણી અને ખાંડ ઉમેરી બંનેને ધીમા તાપે પકાવો. ખાંડને બરાબર ઓગળવા દો. ખાંડ ઓગળી જાય પછી તેને ધીમી આંચ પર ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. જ્યારે ચાસણી તૈયાર થઈ જાય પછી તમે ગેસ બંધ કરી દો. હવે તેમાં ખસ એસેન્સ અને ગ્રીન ફૂડ કલર ઉમેરો. ત્યારબાદ તે ઠંડુ થઈ જાય એટલે કાચની બોટલમાં સ્ટોર કરી લો. જ્યારે શરબત સર્વ કરવું હોય ત્યારે થોડી ચાસણી લઈ તેમાં જરુર અનુસાર પાણી અને બરફ ઉમેરી સર્વ કરો.