આ 4 આસનો બાળકોને રાખે છે હંમેશા તંદુરસ્ત, તેજ દિમાગ અને લોખંડી શરીર!
બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી ઓનલાઈન ક્લાસ લેતા ઘણા બાળકો પરીક્ષા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર નથી હોતા. સોશિયલ ડિસ્ટન્સના પાલનનાં પગલે બાળકો ઘરમાં જ મર્યાદિત થઈને રહી ગયા છે. જેના પગલે તેમનામાં ચિંતા, મૂડ સ્વિંગ, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અથવા અભ્યાસ કરવામાં મુશ્કેલીઓ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ કોરોના કાળ બાદ દુનિયાભરમાં લોકો ફિટનેસ અંગે વધારે સજાગ બની ગયા છે. લોકો હવે પોતાના સ્વાસ્થ્ય અંગે અને પરિવારના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરતા થયા છે. વિમા કંપનીઓના મેડિક્લેઈમમાં પણ મોટા પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે હવે યોગ એક એવી હેબિટ છે જેનાથી તમે અને તમારા બાળકો હંમેશા સ્વસ્થ રહી શકે છે. અમાંય અહીં દર્શાવવામાં આવેલાં યોગ સ્પેશિયલ બાળકો માટે છે. નિષ્ણાતની સલાહ લઈને તમે પણ તમારા બાળકને નિયમિત આ યોગ કરવાનું કહી શકો છો.
બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી ઓનલાઈન ક્લાસ લેતા ઘણા બાળકો પરીક્ષા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર નથી હોતા. સોશિયલ ડિસ્ટન્સના પાલનનાં પગલે બાળકો ઘરમાં જ મર્યાદિત થઈને રહી ગયા છે. જેના પગલે તેમનામાં ચિંતા, મૂડ સ્વિંગ, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અથવા અભ્યાસ કરવામાં મુશ્કેલીઓ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમને પરીક્ષા માટે તૈયાર કરવા અને સ્વાસ્થ્યથી લઈને તેજ દિમાગ કરવા માટે, યાદશક્તિ વધારવા માટે યોગાસનની મદદ લઈ શકો છો. યોગ ઘણાં પ્રકારના શારિરિક અને માનસિક સમસ્યાઓથી છૂટકારો અપાવવામાં મદદરૂપ છે. આ પરિસ્થિતિમાં કેટલાક ખાસ પ્રકારના યોગાસનનો અભ્યાસ બાળકો માટે લાભકારી સાબિત થાય છે.
1) ધનુરાસન - પીઠ અને કમરના દુઃખાવામાં રાહત:
જ્યારે બાળકો સતત અભ્યાસ કરે છે ત્યારે તેમને આખો દિવસ બેસી રહેવું પડે છે. જેના કારણે તેમની પીઠ પર દબાણ આવે છે. કમરના દુઃખાવાની પણ શક્યતા રહે છે. પરંતુ ધનુરાસનનો અભ્યાસ બાળકોની પીઠને મજબૂત બનાવે છે. તેમના હાથ અને પીઠના દુઃખાવામાં પણ રાહત મળે છે અને શરીરમાં લચીલાપણું આવે છે.
2) વૃક્ષાસન - તણાવમાં ઘટાડો:
પરીક્ષા દરમિયાન બાળકો તણાવમાં આવી શકે છે. ત્યાં જ બીજી બાજુ આખો દિવસ બેસીને અભ્યાસ કરવાથી શરીરમાં દુઃખાવો થવા લાગે છે. આવી સ્થિતિમાં, વૃક્ષાસન યોગનો અભ્યાસ માનસિક શાંતિ એટલે કે તણાવ ઘટાડવા અને શરીરના દુખાવામાં રાહત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. બાળકોએ સવારે વૃક્ષાસન યોગ કરવો જોઈએ.
3) તાડાસન - એકાગ્રતા:
અભ્યાસ માટે એકાગ્રતા જરૂરી છે. બાળકોના મનને એકાગ્ર કરવા માટે તાડાસન યોગનો અભ્યાસ કરાવો. તાડાસનથી બાળકોની શ્વાસ લેવાની ક્ષમતા વધે છે. તાડાસનનો યોગાભ્યાસ એનર્જી લેવલ વધારવામાં પણ મદદ કરે છે. યોગાસનથી તેમનો મૂડ સારો રહે છે અને ઊંચાઈ પણ વધે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube