Valentine Week: વેલેન્ટાઈન વીકનો આજે સૌથી ખાસ અને રોમેન્ટિક દિવસ છે. આજે કિસ ડે છે. કિસ ડે પર કપલ એક બીજાને કિસ કરે છે અને પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. પરંતુ શું તમને ખબર છે કે શરીરના અલગ અલગ અંગ પર ચુંબન કરવાથી એક અલગ સંદેશ જતો હોય છે. શરીરના કયા અંગ પર ચુંબન કરવાનો શો અર્થ છે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોઠ પર ચુંબન: હોઠ પર ચુંબન કરવું એ તમારા ઝૂનૂનને દર્શાવે છે. પોતાના પ્રેમને પ્રદર્શિત કરવાની ઉત્તમ રીતમાંથી એક છે. જો તમે પાર્ટનરના હોઠ પર ચુંબન કરો તો તે તેને તમારી નીકટ જવાની ચાહત અંગે દર્શાવે છે. 


કાન પર ચુંબન: કાન પર ચુંબન કરવું એ તમારી યૌન ઈચ્છા દેખાડે છે. મોટાભાગના લોકો ઈન્ટિમેટ થવાનો સંદેશ આપવા માટે પાર્ટનરના કાન પર કિસ કરે છે. 


ગાલ પર ચુંબન: ગાલ પર ચુંબન તમારા પાર્ટનર પ્રત્યે સ્નેહ દર્શાવે છે. ગાલ પર કિસ તમારું આકર્ષણ પણ દર્શાવે છે. મોટાભાગે જોવા મળ્યું છે કે લોકો તપોતાના પાર્ટનર પર પ્રેમ આવી જાય તો તેના ગાલ પર ચુંબન કરતા હોય છે. 


Ritual of Seving milk on Wedding Night: લગ્નની પહેલી રાતે વરરાજાને અપાય છે આ વિશિષ્ટ પ્રકારનું દૂધ, ખાસ જાણો કારણ


કોલરબોન પર કિસ કરવી: જો તમે પાર્ટનરના કોલરબોન પર ચુંબન કરો તો તે તમારી અંતરંગતા દર્શાવે છે. લોકો હંમેશા પ્રાઈવેટ સ્પેસમાં જ આમ કરવું પસંદ કરે છે. 


ફ્લાઈંગ કિસ કરવી: ફ્લાઈંગ કિસ મોટાભાગે લોકો એક બીજાથી વિદાય થાય ત્યારે  કરતા હોય છે. કહેવાય છે કે ફ્લાઈંગ કિસથી કપલનો સંબંધ મજબૂત થાય છે. 


હાથ પર ચુંબન: હાથ પર ચુંબન કરવું એ વિશ્વાસનું પ્રતિક મનાય છે. અનેકવાર લોકો પોતાની પસંદને દર્શાવવા માટે પણ પાર્ટનરના હાથ પર ચુંબન કરે છે. કેટલાક લોકો પાર્ટનરને અલગ ફીલ કરાવવા માટે પણ આમ કરે છે. 


કપાળ પર ચુંબન: કપાળ પર ચુંબન એ પાર્ટનર તરફ તમારા કનેક્શનને દર્શાવે છે. તે તમારા મજબૂત જોડાણને પણ દર્શાવે છે. અનેક લોકો ઈમોશનલ થઈ જાય તો પોતાના પાર્ટનરના માથે કિસ કરે છે. કપાળ પર ચુંબન પાર્ટનરને સંદેશો આપે છે કે તમે તેની સાથે દરેક સંકટમાં પડખે રહેશો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube