Kiss Day 2023: જો જો પાર્ટનરને કિસ કરવામાં ધ્યાન રાખજો...ચુંબનથી આ 5 ગંભીર બીમારીઓનું રહેલું છે જોખમ
Kiss Day 2023: હાલ વેલેન્ટાઈન વીકની ઉજવણી ચાલુ છે. દર વર્ષે વેલેન્ટાઈન ડેનો આગળનો દિવસ કિસ ડે તરીકે ઉજવાય છે. આમ તો સંબંધમાં ચુંબનનું એક આગવું મહત્વ છે. પરંતુ એ વાતના પણ વૈજ્ઞાનિક પુરાવા છે કે કિસ કરવાથી અનેક ખતરનાક ચેપ અને બીમારીઓનું જોખમ પણ વધે છે.
Kiss Day: પ્રેમમાં પાર્ટનરને કિસ કરવી સામાન્ય વાત છે. અતૂટ સંબંધ અને પ્રેમ જતાવવા માટે પાર્ટનર એકબીજાને ચુંબન કરતા હોય છે. દર વર્ષે વેલેન્ટાઈન ડેનો પહેલાનો દિવસ કિસ ડે તરીકે સેલિબ્રેટ થાય છે. આમ તો પ્રેમમાં ચુંબન સુખની અનુભૂતિ કરાવે છે. પરંતુ એ વાતના પણ વૈજ્ઞાનિક પ્રમાણ છે કે કિસ કરવાથી અનેક પ્રકારના ખતરનાક સંક્રમણ અને બીમારીઓનું પણ જોખમ રહેલું છે. આ અંગે વિસ્તારથી જાણો.
હર્પીસ
સામાન્ય રીતે હર્પીસના વાયરસ બે પ્રકારના હોય છે. HSV-1 અને HSV-2. હેલ્થલાઈનના એક રિપોર્ટ મુજબ HSV-1 વાયરસ કિસ કરવાથી સરળતાથી ફેલાઈ શકે છે. 50 વર્ષથી ઓછી ઉંમરના 67 ટકા લોકોમાં તે થવાની સંભાવના છે. મોઢા કે ગુપ્તાંગમાં લાલ કે સફેદ રંગના છાલા તેના પ્રમુખ લક્ષણ મનાય છે. અનેકવાર આ સંક્રમણ લક્ષણો વગર પણ ઘેરી લે છે.
HSV-2 એ હર્પીસનો બીજો પ્રકાર છે. જેને જેનિટલ હર્પીસ પણ કહે છે. આમ તો તે સામાન્ય રીતે શારીરિક સંબધ બાંધવાથી ફેલાય છે. પરંતુ તેના ચુંબન દ્વારા ફેલાવવાની પણ સંભાવના રહેલી છે. HSV-2 ના લક્ષણ પણ HSV-1 જેવા હોય છે. જો વ્યક્તિની ઈમ્યુન સિસ્ટમ નબળી હોય તો તે ગંભીર સ્વરૂપ લઈ શકે છે. આથી આ મામલે જરાય બેદરકારી ન વર્તો.
Relationship: જાણો પુરૂષોને કેમ પસંદ છે બટકી છોકરીઓ, આ રહ્યા 7 કારણો
મહિલાએ સહન નહીં કરવી પડે પ્રસવ પીડા, માતા પોતે નક્કી કરશે બાળકનું રંગ-રૂપ અને ઘાટ
સુલતાનોને ખુશ કરવા પતંગિયા જેવી પરીઓ રહેતી તૈયાર, ઇચ્છે તેની રાત વિતાવે
સાઈટોમેગાલોવાયરસ
સાઈટોમેગાલોવાયરસ (CMV) એક એવું વાયરલ ઈન્ફેક્શન છે જે સલાઈવા કે લાળના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ ઉપરાંત આ વાયરસ યુરિન, બ્લડ, સીમેન અને બ્રેસ્ટ મિલ્ક દ્વારા પણ સરળતાથી ફેલાઈ શકે છે. તે મોટાભાગે મોઢા કે ગુપ્તાંગના સંપર્કમાં આવવાથી પણ ફેલાય છે. આથી આ તેને એક સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઈન્ફેક્શનલ (STI) પણ કહે છે. થાક, ગળામાં ખારાશ, તાવ અને શરીર તૂટવું CMV ના મુખ્ય લક્ષણો છે.
સિફલિસ
સિફલિસ એક બેક્ટેરિયલ ઈન્ફેક્શન છે જે કિસ કે સેક્સ્યુઅલ એક્ટિવિટિઝ દરમિયાન થઈ શકે છે. સિફલિસના સંપર્કમાં આવવાથી મોઢાની અંદર ઘા કે છાલા જેવી સમસ્યાઓ થાય છે. જો કે આ ઈન્ફેક્શનને એન્ટીબાયોટિક્સ દવાઓથી કંટ્રોલ કરી શકાય છે. જો તેનો સમયસર ઈલાજ ન કરાવવામાં આવે તો તે ખુબ ઘાતક સાબિત થઈ શકે છે. તાવ, માથાનો દુ:ખાવો, ગળામાં ખારાશ, શરીર તૂટવું, ધૂંધળું દેખાવવું, હ્રદય સંબંધિત પરેશાની, બ્રેઈન ડેમેજ કે મેમરી લોસ તેના પ્રમુખ લક્ષણો ગણાય છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube