હિન્દુ ધર્મમાં પન્નો ખુબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે પન્નાનું રત્ન ધારણ કરવાથી આપણને અનેક પ્રકારના ફાયદા થાય છે. માન્યતા છે કે શાસ્ત્રોમાં જણાવવામાં આવેલા નિયમો મુજબ જો તેને ધારણ કરવામાં આવે તો જીવનની સમસ્યાઓ ધીરે ધીરે દૂર થાય છે. જાણો તેના વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના ઢનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પોતાની લાઈફ સ્ટાઈલના કારણે ચર્ચામાં રહેતા હોય છે. નીતા અંબાણીના દાગીના, કપડાં, બેગ, વગેરે હંમેશા ચર્ચામાં રહે છે. જો તમે એ વસ્તુને ધ્યાનમાં લીધી હોય તો ખબર પડશે કે નીતા અંબાણી પોતાના હાથમાં વિંટીથી લઈને બ્રેસલેટ, નેકલેસ, અને ઈયરિંગ્સમાં પન્ના રત્ન પહેરે છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં પન્નાનું રત્ન ખુબ શુભ માનવામાં આવ્યું છે. 


પન્નો પહેરવાથી થાય છે અનેક ફાયદા
એવી માન્યતા છે કે પન્નાનું રત્ન ધારણ કરવાથી આપણને અનેક પ્રકારના ફાયદા થાય છે. શાસ્ત્રોનું માનીએ તો પન્નાનું રત્ન ધારણ કરનાર વ્યક્તિને જો પન્નો સૂટ થઈ જાય તો તેને રંકમાંથી રાજા બનાવતા વાર  લાગતી નથી. જ્યારે જેને સૂટ ન કરે તેને રાજામાંથી રંક પણ બનાવતા વાર ન લાગે. આવામાં પન્નાનું રત્ન ધારણ કરતા પહેલા તે સંલગ્ન નિયમો જાણવા જરૂરી રહે છે. જાણો આપણે પન્નાનું રત્ન કેવી રીતે ધારણ કરવું જોઈએ. 


બુધવારે પહેરો પન્નાનું રત્ન
પન્નો એ બુધ ગ્રહનું રત્ન છે. તે અનેક નામથી ઓળખાય છે. ફારસીમાં પન્નાને જમરન, સંસ્કૃતમાં મરકત મણી અને અંગ્રેજીમાં એમરાલ્ડ કહે છે. તે હળવાથી લઈને ગાઢ લીલા રંગનો હોય છે. પન્નો સામાન્ય રીતે 5 રંગમાં મળે છે. શાસ્ત્રોનું માનીએ તો પન્નો આપણે બુધવારના દિવસે અશ્લેષા, જયેષ્ઠા કે રેવતી, નક્ષત્રવાળા દિવસે સૂર્યોદયથી 10 વાગ્યાી વચ્ચે પહેરવો જોઈએ. પન્નાનું રત્ન સોનામાં પહેરવું શુભ  ગણાય છે. 


અસંભવ ચીજો શક્ય બને
જો તમે પન્નો ધારણ કરવાનું વિચારતા હોવ તો યાદ રાખજો કે તે ઓછામાં ઓછો 3 કેરેટનો હોવો જોઈએ. જો તેનાથી વધુ હોય તો સારું છે. એવી માન્યતા છે કે પન્નું રત્ન ધારણ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધાર થાય છે. આ સાથે જ સફળતાના માર્ગ પણ ખુલે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા દૂર થાય છે. તે ધારણ કરવાથી અશકય ચીજો પણ શક્ય બને એવું કહેવાય છે.