Honey Purity: તમે ઘરમાં જે મધ વાપરો છો તે શુદ્ધ છે કે નહીં ? આ સરળ રીતે ચકાસો
Honey Purity: તમે જે મધ વાપરો છો તે શુદ્ધ છે કે નહીં તે ચકાસવા માટે તમે ઘરે કેટલાક સરળ ટેસ્ટ કરી શકો છો. તમે સરળતાથી ચકાસી શકો છો કે તમારા ઘરમાં રહેલું મધ શુદ્ધ છે કે નહીં એક વખત આ ટેસ્ટ કરીને પછી જ મધનો ઉપયોગ કરવાનું રાખવું જોઈએ.
Honey Purity: આજના સમયમાં ખાવા પીવાની કોઈપણ વસ્તુ ઉપર આંખ બંધ કરીને ભરોસો કરી શકાતો નથી કારણ કે મોટાભાગની વસ્તુઓ એવી હોય છે જેમાં ભેળસેળ કરવામાં આવે છે. ખાવા પીવાની વસ્તુઓમાં જે ભેળસેળ થાય છે તેના કારણે સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. આ સિવાય એક કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે આવી વસ્તુ જો શુદ્ધ ન હોય તો તેનાથી ફાયદો થતો નથી. ઘણી વખત નકલી વસ્તુઓનું સેવન કરવાથી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. આમ તો ભેળસેળ થતી હોય તેવી અનેક વસ્તુઓ છે પરંતુ તેમાં સૌથી મોખરે મધ આવે છે.
મધનો ઉપયોગ વિવિધ વસ્તુઓમાં કરવામાં આવે છે તેથી તેની માંગ પણ ખૂબ જ વધારે રહે છે આવી સ્થિતિમાં બજારમાં ભેળસેળયુક્ત મધ પણ મોટા પ્રમાણમાં વહેંચાય છે. તમે જે મધ વાપરો છો તે શુદ્ધ છે કે નહીં તે ચકાસવા માટે તમે ઘરે કેટલાક સરળ ટેસ્ટ કરી શકો છો. તમે સરળતાથી ચકાસી શકો છો કે તમારા ઘરમાં રહેલું મધ શુદ્ધ છે કે નહીં એક વખત આ ટેસ્ટ કરીને પછી જ મધનો ઉપયોગ કરવાનું રાખવું જોઈએ.
આ પણ વાંચો:
કપાળ પર થયેલા ટેનિંગને દુર કરવા લગાવો આ વસ્તુનો રસ, 1 રાતમાં ટેનિંગ થશે દુર
વાળ પણ થઈ ગયા છે ઝાડુ જેવા? ટ્રાય કરો આ માસ્ક, રબ્બરમાંથી લપસી જાય એવા થઈ જશે વાળ
ખીલના કારણે પડેલા ડાઘ દુર કરવા આ 2 રીતે કરો ટમેટાનો ઉપયોગ, 7 દિવસમાં દેખાશે અસર
મધને કેવી રીતે ચકાસવું
- એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરો. જો મધ પાણીમાં મિક્સ થઈ જાય તો સમજી લેવું કે તે નકલી છે. શુદ્ધ પાણીમાં નીચે બેસી જાય છે.
- લાકડાના એક ટુકડા ઉપર થોડું મધ લગાવો અને પછી તેને ગેસ ઉપર રાખો. જો મધ શુદ્ધ હશે તો તે સરળતાથી સળગી જશે જો મધમાં ભેળસેળ હશે તો તે ધીરે ધીરે સળગશે.
- થોડું મધ આંગળી પર લેવું અને તેને અંગુઠા વડે મસળવું. જો મધ ચીકણું છે અને ટપકતું નથી તો તે શુદ્ધ છે. જો મત ચીકણું હોય અને હાથમાંથી ટપકવા લાગે તો સમજી લેવું કે તે શુદ્ધ નથી.
- કાગળ કે કપડાના એક ટુકડા પર મધનું એક ટીપું મૂકો. જો મધ શુદ્ધ હશે તો કાગળ કે કપડા પર ભીનું થયાનું નિશાન નહીં રહે. પરંતુ કાગળ કે કપડામાં મધ શોષાઈ જાય તો સમજી લેવું કે તેમાં ભેળસેળ છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)