અમદાવાદ: આજના દિવસને પ્રેમ અને મહોબ્બતનો ઈઝહાર કરવાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસને ઉજવવાની દરેકનો અલગ-અલગ અંદાજ છે. દુનિયાના અનેક દેશોમાં વેલેન્ટાઈન્સ ડે અનોખી રીતે મનાવવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખા અઠવાડિયાની ઉજવણીના અંતે આખરે આવી ગયો છે વેલેન્ટાઈન્સ ડે. એ દિવસ જેની સૌ કોઈ રાહ જોતા હોય છે. આ દિવસને પ્રેમ અને મહોબ્બતનો ઈઝહાર કરવાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસને ઉજવવાની દરેકનો અલગ-અલગ અંદાજ છે. દુનિયાના અનેક દેશોમાં વેલેન્ટાઈન્સ ડે અનોખી રીતે મનાવવામાં આવે છે. જાણીએ આવા જ કેટલાક અનોખા દેશ અને રીવાજો વિશે.


ડેનમાર્ક
વર્ષ 1990થી ડેનમાર્કમાં વેલેન્ટાઈન્સ ડે મનાવવામાં આવે છે. આ દિવસે પુરુષ મહિલાઓને એનોનિમસ એટલે કે નામ લખ્યા વિના કાર્ડ મોકલે છે. જેમાં મહિલાઓને તેમનું નામ ધારવાનું હોય છે. જો મહિલા કાર્ડ મોકલનારને ઓળખી જાય તો તેને ઈસ્ટર એગ આપવામાં આવે છે.


ઈટલી
ઈટલીમાં વેલેન્ટાઈન્સ ડેને સ્પ્રિંગ ફેસ્ટિવલના રૂપમાં મનાવવામાં આવે છે. આ મોકા પર લોકો બગીચામાં એકઠા થાય છે અને મ્યૂઝિકની મજા માણે છે. એવું કહેવામાં આવે છે કે, અહીં કુંવારી છોકરીઓ સવારે સવારે જ ઉઠી જાય છે અને સૌથી પહેલો જે પુરુષ તેને દેખાય છે તે સંભવતઃ તેનો પતિ હોય છે.


બ્રાઝિલ
બ્રાઝિલમાં વેલેન્ટાઈન્સ ડે 14 ફેબ્રુઆરીના બદલે 12 જૂને મનાવવામાં આવે છે. જેમાં ફૂલ, ચોકલેટ્સ, કાર્ડ અને ગિફ્ટનું ખાસ મહત્વ છે. અહીંના લોકો આ દિવસને સેંટ એંથોની ડેના રૂપમાં મનાવે છે.


ફ્રાંસ
દુનિયાના સૌથી રોમેન્ટિક દેશ કહેવાતા ફ્રાંસમાં વેલેન્ટાઈન્સ ડેના દિવસે છોકરા-છોકરીઓની જોડી બનાવવામાં આવે છે. જો પુરુષને મહિલા પસંદ નથી તો તે, તેને છોડીને અન્ય મહિલાને પસંદ કરી શકે છે. અને જે મહિલાને સાથી નથી મળ્યો તે બૉનફાયર પર તેમની તસવીરોને સળગાવે છે.


જાપાન
જાપાનમાં વેલેન્ટાઈન્સ ડે માત્ર પુરુષો જ મનાવે છે. આ દિવસે મહિલાઓ પોતાના પિતા, ભાઈ, પતિ, દોસ્ત અને પ્રેમીને થેંક્સ બોલવા માટે ચૉકલેટ્સ આપે છે.


દક્ષિણ કોરિયા
દક્ષિણ કરિયામાં વેલેન્ટાઈન્સ ડે પર પોતાના પ્રેમનો ઈઝહાર કરવા માટે મહિલાઓ પુરુષોને ચૉકલેટ્સ અને ગિફ્ટ્સ આપે છે. અને એક મહિના બાદ એટલે કે 14 માર્ચે પુરુષો મહિલાઓને રિટર્ન ગિફ્ટ આપે છે.


વેલ્સ
અહીંના લોકો 25 જાન્યુઆરીએ વેલેન્ટાઈન્સ ડે મનાવે છે. આ મોકા પર એકબીજાને લાકડીની ચમચી ભેટમાં આપે છે. જેને લવ સ્પૂન્સ કહેવામાં આવે છે. ખાસ વાત એ હોય છે કે ચમચીના ડિઝાઈનમાં કોઈને કોઈ મેસેજ છુપાયેલો હોય છે.


ફિલિપીન્સ
ફિલિપીન્સમાં પણ વેલેન્ટાઈન્સ ડે અન્ય દેશોની જેમ જ મનાવવામાં આવે છે. અહીં હજારો યુગલો આ જ દિવસને પોતાનો વેડિંગ ડે મનાવે છે. મૉલ કે સાર્વજનિક સ્થાનો પર એકત્રિત થઈને સામૂહિક લગ્ન કરે છે.


દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રિકામાં આ દિવસે પ્રેમી યુગલ પોતાના બાવડા પર દિલ બાંધે છે. એટલે અહીંનો નજારો જોવાલાયક હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube