ઉનાળામાં ચહેરાની સુંદરતા વધારવા આ રીતે કરો છો બરફનો ઉપયોગ ? તો જાણો તેનાથી થતા નુકસાન વિશે
Side Effect Of Ice Water Facial: ત્વચાની સુંદરતા વધારવા માટે આઈસ વોટર ફેશિયલ પણ કરવામાં આવે છે. જેમાં એક બાઉલમાં પાણી ભરી તેમાં બરફ નાખીને ચહેરાને તેમાં થોડી સેકન્ડ માટે રાખવામાં આવે છે. આ રીતે બરફનો ઉપયોગ કરવાથી ત્વચાને ઠંડક મળે છે અને ગ્લો આવે છે પરંતુ....
Side Effect Of Ice Water Facial: ત્વચાને સુંદર બનાવવા માટે લોકો અવનવા પ્રયોગ કરે છે. ખાસ કરીને ઉનાળા દરમિયાન અલગ અલગ પ્રકારના લેપ નો ઉપયોગ કરવામાં આવે છે જેથી ત્વચાને થયેલી તડકાની અસરને દૂર કરી શકાય. કેટલાક લોકો ઉનાળા દરમિયાન બરફ કે બરફના પાણીનો ઉપયોગ ચહેરા પર કરે છે. આમ કરવાથી ઠંડક અનુભવાય છે અને થોડીવાર માટે ત્વચા સુંદર પણ દેખાય છે. તેનાથી થતા ફાયદાને જોઈને આઈસ વોટર ફેશિયલ પણ કરવામાં આવે છે. જેમાં એક બાઉલમાં પાણી ભરી તેમાં બરફ નાખીને ચહેરાને તેમાં થોડી સેકન્ડ માટે રાખવામાં આવે છે. આ રીતે બરફનો ઉપયોગ કરવાથી ત્વચાને ઠંડક મળે છે અને ગ્લો આવે છે. પરંતુ જો આઈસ વોટર સ્પેશિયલ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો ત્વચા સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે.
આઈસ વોટર ફેશિયલના નુકસાન
આ પણ વાંચો:
સીરમ લગાવ્યા વિના વાળમાં આવશે મીરર શાઈન, આ રીતે કરો નારિયેળ પાણીનો ઉપયોગ
એક ટામેટું ત્વચાની સુંદરતામાં કરશે 10 ગણો વધારો... અજમાવો આ ઘરગથ્થુ ઉપાય
નહાતા પહેલા 10 મિનિટ ચહેરા પર લગાડો આ વસ્તુ, ત્વચા પરના ડાઘ-ધબ્બા થઈ જશે દૂર
સ્કીન ઇરીટેશન
બરફના પાણીનો ઉપયોગ કરતી વખતે જો તમે બરફને ચહેરા પર ડાયરેક્ટ અડાડો છો તો તેનાથી સ્કીનેશન થઈ શકે છે. બરફ નો ઉપયોગ કરતી વખતે હંમેશા તેને કપડામાં બાંધવો જોઈએ.
બેક્ટેરિયલ ઇન્ફેક્શન
જો તમે ચહેરાને ધોયા વિના આઈસ વોટર ફેશિયલ કરો છો તો આવું કરવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ થઈ શકે છે. કારણ કે ગંદા ચહેરા પર બરફ ઘસવાથી બેક્ટેરિયા અને ગંદકી સ્કીનના રોમ છિદ્રોમાં ઘૂસી જાય છે જેના કારણે ઇન્ફેક્શન થઈ શકે છે.
સનસેટિવ સ્કીન માટે હાનિકારક
ઘણા લોકોની ત્વચા ખુબ જ સનસિટી હોય છે તેવા લોકો માટે આ ફેશિયલ નુકસાનકારક સાબિત થઈ શકે છે તેથી સનસેટિવ સ્કીન હોય તો બરફ સંબંધિત કોઈ પણ ઉપાય ચહેરા પર કરવો નહીં.
બ્લડ ફ્લો થાય છે પ્રભાવિત
આઈસ વોટર ફેશિયલ તમારી ત્વચાના બ્લડ ફ્લોને પ્રભાવિત કરી શકે છે. લાંબા સમય સુધી બરફ ત્વચાના સંપર્કમાં રહે તો રક્ત પરિભ્રમણ બાધિત થાય છે.