દીકરીને કેમ કહેવામાં આવે છે ઘરની લક્ષ્મી? જાણો કેવી મહિલાઓનો આખોય પરિવાર હંમેશા રહે છે સદા સુખી
ઝી બ્યૂરો, અમદાવાદઃ હિન્દુ સમાજમાં સ્ત્રીને ઘરની લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. કોઈ ઘરમાં બાળકી જન્મ લે છે તો કહેવામાં આવે છે કે, ઘરે લક્ષ્મી આવી છે. તે પ્રકારે લગ્ન બાદ જયારે ઘરમાં વહુનો પ્રવેશ કરે છે ત્યારે પણ તેને ઘરની લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવે છે. આમ તો દરેક દીકરી તેના માતા-પિતા માટે નસીબવાળી હોય છે. પરંતુ સમુદ્ર શાસ્ત્રમાં સૌભાગ્યશાળી મહિલાઓની કંઈક અલગ જ વિશેષતા બતાવી છે. આજે અમે તમને જણાવીશું કે કઈ મહિલાઓ તેના માતા-પિતા, પ્રેમી, પતિ અને પરિવાર માટે નસીબવાળી હોય છે.
"પૃથ્વી પર ઈશ્વરને નિમંત્રણ આપે, નારી તું નારાયણી
તારા થકી તો ઈશ્વર ઘરમાં આવે, નારી તું નારાયણી
નારીના હૈયે ઊછળતાં ઉમંગો જોઈને દરિયો બોલે,
આખે આખો દરિયો તું તો છલકાવે, નારી તું નારાયણી"
1.મહિલાના પગ
જે મહિલાના પગ સોફ્ટ, રંગમાં ગુલાબી અને પુરી રીતે વિકસિત હોય છે. તે તેના પતિ અને પ્રેમીને બેહદ ખુશ રાખે છે. શારીરિક સંબંધોમાં તેની રુચિ કંઈક આ રીતે હોય છે, કે તેનો સાથી હંમેશા નજીક હોય છે.
2- કોમળ જીભ
લાલ અને કોમળ જીભવાળી સ્ત્રીઓ જીવનમાં સુખ ભોગવે છે અને હંમેશા તેના પરિવારને સુખ આપે છે.
3-પગની આંગળી
જે મહિલાઓની પગની આંગળીઓની લંબાઈ એકસરખી હોય છે તે મહિલાને તેની આખી જિંદગીમાં ફક્ત ખુશીઓ પ્રાપ્ત થાય છે. આ મહિલાઓ હંમેશા તેના પરિવારને ખુશ રાખે છે.
4-દુર્ભાગ્યશાળી
જે મહિલાઓની પગની મધ્ય આંગળી વધુ લાંબી હોય છે તે બહુ જ દુર્ભાગ્યશાળી હોય છે. આ પ્રકારની મહિલા સાથે લગ્ન કરતા પહેલા વિચારવું જોઈએ.
5-પગના તળિયા
શાસ્ત્ર અનુસાર, જે મહિલાઓના પગના તળિયા ત્રિકોણનું નિશાન હોય છે. તે મહિલા બુદ્ધિમાન અને સુઝબુઝ વાળી હોય છે. આ મહિલાઓ તેની સમજ અને જ્ઞાનથી પુરા પરિવારની સહાયતા કરે છે. આ કારણે પરિવાર ખુશ રહે છે.
6- મહિલાઓની નાભી
જે મહિલાઓની નાભિની આસપાસ અથવા નીચેના હિસ્સામાં તલ અથવા મસો હોય છે તો તે તેના પરિવાર માટે બહુ ભાગ્યશાળી હોય છે. આ મહિલાઓનું જીવન સુખથી પસાર થાય છે.
7-પગનો અંગુઠો
જે મહિલાઓનો પગણો અંગુઠો લાંબો હોય છે તો તેને જીવનમાં વારંવાર પરેશાની ઉઠાવવી પડે છે. પરંતુ જે મહિલાઓનો પગનો અંગુઠો ગોળ હોય છે તે બેહદ્દ ભાગ્યશાળી હોય છે.
8- મોટી આંખો
મોટી-મોટી આંખવળી સ્ત્રીના જીવનમાં હંમેશા પ્રેમ અને સુખ જ રહે છે. આ સિવાય જે મહિલાઓની આંખના સફેદ ભાગના અંતમાં લાલ રંગ જોવા મળે છે તે પરિવાર માટે બહુ લકી હોય છે.
9-માથા પર તલ
જે મહિલાઓના માથાની વચોવચ તલ હોય છે તેના લગ્ન ધનિક વ્યક્તિ સાથે થાય છે.
10- શરીર પર તલ
જે મહિલાઓના શરીરના ડાબા ભાગમાં તલ અથવા મસ્સો હોય છે . શાસ્ત્ર અનુસાર, તે મહિલાઓ તેના પરિવાર માટે ઘણી નસીબવાળી હોય છે.
11- દાંત
લાંબા દાંતવાળી મહિલાઓને ક્યારે પણ ધનથી જોડાયેલી સમસ્યાનો સામનો નથી કરવો પડતો.
12-જમણા ગાલ પર તલ
જે મહિલાઓના જમણા ગાલ પર તલ હોય છે તે મહિલાઓ ખાવાની ઘણી શોખીન હોય છે. દરરોજ તે અલગ-અલગ ભોજનનો આનંદ ઉઠાવે છે.
12-નખ
ગુલાબી રંગના ચમકતા નખ વાળી યુવતીઓ સ્વસ્થ અને સારા ચરિત્રવાળી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube