Lakshdweep: એક સમય એવો હતો જ્યારે લક્ષદ્વીપ બહુ ઓછા લોકોના ધ્યાનમાં હતું. નામ સાંભળતા જ લોકોને થતું હતું કે આ જગ્યા ક્યાં હશે? પરંતુ હવે આ જગ્યા એકાએક લાઈમલાઈટમાં આવી ગઈ છે. દેશની દરેક વ્યક્તિ આ જગ્યાને એક્સપ્લોર કરવા માંગે છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીના હાલના લક્ષદ્વીપ પ્રવાસ બાદ અહીંની તસવીરોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. એટલું જ નહીં આ જગ્યા વિશ્વપટલ ઉપર પણ છવાઈ ગઈ છે. એક સમયે સિલિબ્રિટીઓ તથા અન્ય લોકો વેકેશન માટે માલદીવ જતા હતા પરંતુ હવે લક્ષદ્વીપ પણ લોકોન નજરે ચડી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ તો આ જગ્યા કોઈથી જરાય કમ નથી પરંતુ શું તમે જાણો છો કે અહીં એક ટાપુ છે જેને ટોપલેસ આઈલેન્ડ પણ કહે છે. ટોપલેસ બીચ કે આઈલેન્ડની લિસ્ટમાં આ ટાપુનું નામ પણ આવે છે. જે લક્ષદ્વીપમાં છે. 



ટોપલેસ આઈલેન્ડ/બીચ
લક્ષદ્વીપ 32 ટાપુઓનો સમૂહ છે અને તેમાંનો એક ટાપુ છે અગત્તી ટાપુ. આ એક એવી જગ્યા છે જ્યાં તમને અને તમારા પાર્ટનરને ડિસ્ટર્બ કરનાર કોઈ નહીં હોય. અહીં તમે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકો છો. અહીં તમે વોટર એક્ટિવિટી પણ કરી શકો છો. જેમ કે અહીં લોકો સ્કૂબા ડાઈવિંગ, સ્નોર્ક્લિંગ, વિંડસર્ફિંગ, ડીપ સી ફિશિંગ, જેવી એડવેન્ચર એક્ટિવિટીઝ કરવા માટે આવે છે. 


અગત્તી દ્વીપને ટોપલેસ બીચ  તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે અહીં એક ભાગ એવો છે જ્યાં કપડાં વગર તમને રહેવાની મંજૂરી છે. અહીં હનીમૂન કપલ્સ ખુબ જ આરામથી અને શાંતિથી સમય પસાર કરી શકે છે. સફેદ રેતીનો આ બીચ દૂર દૂર સુધી ફેલાયેલા સમુદ્રી નજારાને રજૂ કરે છે, ચારે બાજુ નારિયેળના હર્યાભર્યા ઝાડથી ઢંકાયેલા આ ટાપુ પર પાર્ટનરની સાથે તમે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકો છો. 



અનેક રિસોર્ટ
અહીં સી ફૂડથી લઈને શાકાહારી ભોજનની મજા માણી શકાય છે. રહેવા માટે અનેક રિસોર્ટ છે. જ્યાં તમારું વેકેશન મજેદાર બની શકશે. મળતી માહિતી મુજબ અગત્તી ટાપુમાં ભલે કપડાં વગર રહેવાની મંજૂરી હોય પરંતુ અહીં દરેકને જવાની મંજૂરી પણ નથી. આ બીચ પર ફરવા માટે નિયમો છે જેને ફોલો કરવા પડે છે. આ સાથે જ આ ટાપુ પર એન્ટ્રી માટે તમારે પરમિટની પણ જરૂર પડે છે. 



કેવી રીતે જવાય અગત્તી
કાવારત્તી ટાપુની પશ્ચિમમાં આવેલા આ અગત્તી ટાપુનું કોચ્ચિથી અંતર લગભગ 459 કિલોમીટર છે. કોચ્ચિથી તમે અહીં જવા માટે ફ્લાઈટ લઈ શકો છો. અહીં અગત્તી ગામ સાથે જોડાયેલો એક માત્ર રોડ છે. જે તેને પૂર્વ અને પશ્ચિમ જગ્યા સાથે જોડે છે.