Lemon Peel Pickle Recipe: લીંબુનો ઉપયોગ દરેક ઘરમાં રોજ થાય છે પરંતુ મોટાભાગે ગૃહિણીઓ તેનો રસ કાઢી છાલ ફેંકી દેતી હોય છે. કેટલાક ઘરગથ્થુ ઉપાયોમાં છાલનો ઉપયોગ કરવામાં આવે છે બાકી ખાવામાં તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ આજ પછી તમે લીંબુની છાલ ફેંકવાનું બંધ કરી દેશો. કારણ કે આજે તમને લીંબુની છાલમાંથી બનતા અથાણાની રીત જણાવીએ. જી હાં, લીંબુની છાલમાંથી મસ્ત ચટાકેદાર અથાણું બનાવી શકાય છે. આ અથાણું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને આ અથાણું ખાવાથી કોઈ નુકસાન પણ નહીં થાય. તો ચાલો તમને જણાવીએ કે  લીંબુની છાલમાંથી અથાણું કેવી રીતે બનાવવું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


લોઢાની તવી પર પણ ઉતરશે પરફેક્ટ Dosa, ઉતારતી વખતે અપનાવો આ ટીપ્સ


કાળી પડેલી ચાની ગરણીને ચમકાવશે આ 3 ઘરગથ્થુ નુસખા, અજમાવો આજે જ


વર્ષો સુધી ચોખામાં નહીં પડે જંતુઓ, સંગ્રહ કરવાની આ સરસ રીત અજમાવશો તો રહેશો ફાયદામાં


લીંબુની છાલનું અથાણું બનાવવાની સામગ્રી
 
300 ગ્રામ લીંબુની છાલ
અડધી ચમચી સંચળ
મીઠું 
એક ચમચી લાલ મરચું પાવડર
એક ચમચી કાળા મરી પાવડર 
એક ચમચી ગરમ મસાલો
એક ચમચી ધાણા પાવડર
અડધો કપ તેલ 


આ રીતે તૈયાર કરો લીંબુની છાલનું અથાણું


લીંબુનો રસ કાઢી લીધા પછી તેની છાલ એકઠી રાખવી. જ્યારે છાલ 300 ગ્રામ જેટલી એકઠી થઈ જાય પછી બધી જ છાલને પાણીમાં પલાળી બરાબર સાફ કરી લેવી. ત્યારબાદ ચોખ્ખા પાણીમાં છાલને 2 મિનિટ માટે પલાળી રાખો જેથી તે સોફ્ટ થઈ જાય. ત્યારબાદ તેને લાંબા ટુકડામાં કાપો. 


હવે એક બાઉલમાં લીંબુની છાલના ટુકડા લેવા અને તેમાં ઉપર જણાવ્યાનુસાર બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરવું. આ મસાલા લીંબુની છાલમાં સારી રીતે ભળી જાય પછી ઉપરથી તેલ નાખો અને બરાબર મિક્ષ કરો. હવે આ અથાણાને ઓવનના બાઉલમાં લઈ 10 થી 15 મિનિટ માટે મિનિમમ ટેમ્પરેચર પર મુકો. ત્યારબાદ અથાણું બહાર કાઢો અને ઠંડુ થાય પછી તેને એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરો.