નવી દિલ્હીઃ રશિયન ગર્લ્સ અથવા મહિલાઓની સુંદરતાની મિસાલ આપવામાં આવે છે. રશિયન મહિલાઓને દુનિયાની સૌથી સુંદર મહિલાઓ માનવામાં આવે છે. આ પાછળનું કારણ તેમની ક્લીન સ્કીન છે, લુક શાર્પ હોય છે. હાઈટ પણ સારી એવી હોય છે અને વાળ પણ શાઈની હોય છે. રશિયન ગર્લ્સ પોતાની સ્કીન અને વાળનું ખૂબ જ ધ્યાન રાખે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરે બનાવેલુ હેર માસ્ક-
ફેમસ ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લૂઅન્સ અને મોડલ નાસ્તાસિયા ઓવેચકિના (Nastasiya Ovechkina) સહિતની અનેક રશિયન ગર્લ્સ પોતાના રેશમી વાળ માટે ખૂબ જ ફેમસ છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે સ્પષ્ટતા કરી છે કે, તે ઘરે બનાવેલો હેર માસ્ક લગાવે છે. જેના કારણે કેમિકલ તેમના વાળ સુધી નથી પહોંચતુ અને વાળમાં ચમક યથાવત્ રહે છે.


પ્રાકૃતિક ફેસ માસ્ક-
રશિયાની મહિલાઓ કિચનની વસ્તુઓનો ખુબસુરતી વધારવા માટે ઉપયોગ કરતી હતી. માનવામાં આવે છે કે, 20મી સદી સુધીમાં રશિયામાં સૌદર્ય સાધનો ઉપલબ્ધ ન હતા. એવામાં ગરમીના દિવસોમાં રશિયન મહિલાઓ સ્ટ્રોબેરી જેવા ફ્રૂટ્સથી ફેસમાસ્ક બનાવતી હતી. આ સિવાય અન્ય વસ્તુઓનો પણ ફેસમાસ્ક તરીકે ઉપયોગ થતો હતો.


આઈસ ક્યૂબ અથવા જેડ રોલર-
જાણવા મળેલી માહિતી મુજબ, રશિયાની મહારાણી કૈથરીન ધ ગ્રેટ પોતાની સ્કીનને પર્ફેક્ટ રાખવા માટે દરરોજ સવારે ચહેરા અને ગળા પર બરફના ટુકડા રબ કરતી હતી. મોટાભાગની રશિયન ગર્લ્સ પોતાની સ્કીનને તરોતાજા રાખવા માટે બરફના ટુકડાનો અથવા જેડ રોલરનો ઉપયોગ કરે છે. જો તમારે પણ તમારી ત્વચા હંમેશા યુવા જેવી રાખવા માગો છો તો, ચહેરો ધોયા પછી મોશ્ચરાઈઝર લગાવતા પહેલા પાતળા કપડામાં બરફનો ટુકડો લઈને તેને સ્કીન પર રબ કરો.
જો કોઈને બરફનો ઉપયોગ ન કરવો હોય તો જેડ રોલરનો પ્રયોગ કરી શકો છે. જેડ રોલરને આખી રાત ફ્રીઝમાં મૂકી દો અને સવારે ત્વચા પર લગાવો.


સ્ટીમ બાથ-
રશિયામાં ઠંડી વધુ પડવાના કારણે ત્વચા શુષ્ક થાય છે. એટલા માટે ત્યાંની મોટાભાગની ગર્લ્સ સ્ટીમ બાથ લેવાનું પસંદ કરે છે. જેથી ત્વચાના છીદ્રો ખુલી જાય અને વિષાક્ત પદાર્થ શરીરની બહાર નીકળી જાય.


ભીના વાળને ખુલ્લી હવામાં કોરા કરે છે-
રશિયન ગર્લ્સ પોતાના ચમકદાર વાળ માટે પણ જાણીતી છે. રશિયન મેગેઝિન Eviemagazine મુજબ, રશિયન મહિલાઓ વાળને સ્વસ્થ રાખવા માટે પ્રાકૃતિક રીતે કોરા કરવાનું પસંદ કરે છે. તે હેર ડ્રેસર કે અન્ય કોઈ સાધનોનો ઉપયોગ નથી કરતી. જેના કારણે તેમના વાળ હેલ્ધી રહે છે સાથે જ લાંબા, ગ્રોથવાળા અને ચમકદાર બને છે.