Lifestyle: સારા કપડાં પહેરવા દરેકને પસંદ હોય છે. પણ જરૂરી નથી કે જે કપડાં દેખાવમાં સારા હોય તેને પહેરીને દરેક વ્યક્તિ સારા દેખાય. શું તમે જાણો છો કે, આખી દુનિયાના લોકોની શારીરિક બનાવટ 4 પ્રકારની છે, અને દરેક બોડીશેપનો પોતાનો એક અલગ પહેરવેશ હોય છે...જો તમે તમારા બોડી શેપના હિસાબે કપડાં પહેરશો ત્યારે જ તમે સારા દેખાશો. કોઈ બીજા આકારના કપડાં પહેરીને તમે ન ફક્ત કપડાંની સુંદરતાને બગાડો છો, પણ પોતાની સ્માર્ટનેસને પણ ખતમ કરો છો. આવો તમને જણાવીએ કે, કયા બોડીશેપના લોકોએ કેવા કપડાં પહેરવા જોઈએ? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ


રામલલાનું મંદિર, ગુજરાતના આ નેતાનો છે અહમ રોલ : કરો તૈયારી આવી ગઈ છે અભિષેકની તારીખ


ઈટાલિયાને બહાર તગેડીને AAP એ ઈસુદાનને કેમ બનાવ્યાં ગુજરાતના પ્રમુખ? જાણો અંદરની વાત


મોતના ઓથાર હેઠળ ભણતર! વિકાસની વાતો અને ભરોસોની સરકારના રાજમાં શું આ રીતે ભણશે ગુજરાત


પ્રમોશન અપાવતો બંગલો એક પણ મંત્રીને ન ફાળવાયો, જાણો કોને મળ્યો મંદિરવાળો બંગલો


પહેલો પ્રકાર – ત્રિકોણ :
આ બોડીશેપના લોકોના ખભા કમરથી નાના હોય છે. આવા લોકો ઉપર ચેક્સ વાળા શર્ટ ઘણા સારા લાગે છે. આવા લોકોએ ડાર્ક રંગના સ્ટ્રેટ ફિટિંગ વાળા પેંટ પહેરવા જોઈએ... સીધી લાઈન વાળા શર્ટ પણ આવા લોકો પર ઘણા યોગ્ય લાગે છે. જો સૂટ પહેરવો છે, તો 3 પીસ વાળો ન પહેરો, તે તમને જાડા દેખાડશે. તેની જગ્યાએ જો તમે બ્લેઝર પહેરશો, તો ઘણા હેન્ડસમ દેખાઈ શકો છો...


બીજો પ્રકાર – ઊંધું ત્રિકોણ :
આમ તો આ બોડીશેપને સૌથી ફિટ માનવામાં આવે છે, અને લોકો એવી જ ધારણા કરે છે કે, આવા લોકો કોઈ પણ કપડાં પહેરી લે સારા જ લાગશે. પણ એવું નથી. આવા લોકો પર ટાઈટ ફિટિંગ ટી-શર્ટ અને શર્ટ સારા લાગે છે. પેન્ટ અથવા જીન્સની  સાથે શર્ટને અંદર કરીને પહેરવા પર તેમનો શેપ સારો દેખાય છે. સ્લીમ-ફિટ શર્ટ અથવા વી નેક વાળી ટી-શર્ટ તેમના પર ઘણી સારી લાગે છે.


ત્રીજો પ્રકાર – ચોરસ :
આવા બોડીશેપમાં ખભા અને કમરનો આકાર સમાંતર હોય છે. આને સામાન્ય ભાષામાં રેગ્યુલર શેપ કહેવામાં આવે છે. આ આકારના શરીરવાળા લોકો પર શોર્ટ અને લાંબી બાઈ વાળી ટી-શર્ટ ઘણી સારી લાગે છે. તેમના પર ફોર્મલ કપડાં પણ સારા લાગે છે. પણ રેગ્યુલર શેપના પેંટ આમના પર વધારે સારા લાગે છે. આવા આકારના શરીર વાળા પર પ્રિન્ટ શર્ટ અને રેગ્યુલર ફિટ જીન્સ પણ સારા લાગે છે.


ચોથો પ્રકાર – અંડાકાર/ઓવલ :
આ આકારના શરીરવાળા લોકો પર ટાઈટ ફિટિંગ કપડાં જરા પણ સારા નથી લાગતા. આવા લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે તે ઢીલા કપડાં પહેરે. તમારે પ્રયત્ન કરવો જોઈએ કે, પ્લેન શર્ટ અથવા ટી-શર્ટ સાથે તે રેગ્યુલર ફિટ જીન્સ અથવા પેન્ટ પહેરે. તેનાથી તેમનો આકાર યોગ્ય દેખાશે..


તો હવે પહેલા તમે પોતાને અરીસામાં જુઓ અને પોતાના શરીરનો આકાર ઓળખી લો. પછી પોતાના કપડાંને શરીરના આકારના હિસાબે પસંદ કરો. તમને તમારી સ્માર્ટનેસમાં સ્પષ્ટ વધારો જોવા મળશે.


આ પણ ખાસ વાંચોઃ


ઓછા ખર્ચે પોતાનો ધંધો! આ બિઝનેસથી દર મહિને કરો 10 લાખ રૂપિયા સુધીની કમાણી


PAN નહીં હોય તો પ્રોપર્ટી પણ નહીં ખરીદી શકાય, જાણો પાનકાર્ડની જરૂરીયાત અને નિયમો


સરકારના કારણે લોકોના ખિસ્સાં ખંખેરાશે, જગદીશ વિશ્વકર્મા જણાવે કે આજનું કામ કાલે કેમ?


બજેટ પહેલાં મોદી સરકારે આપી મોટી ભેટ, આજથી જ આ લોકોએ નહીં ભરવો પડે ઈનકમ ટેક્સ