Immunity Boost Tea: શિયાળાની ઋતુમાં સામાન્ય ચા પીવી પણ ફાયદાકારક હોય છે, પરંતુ તમે આદુ અને મસાલાવાળી ચા પીવાના ફાયદા તો જાણ્યા જ હશે. આજે અમે તમને નારિયેળની ચાના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ. જીહાં, આ ચા તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. નારિયેળની ચાનો ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તમે નારિયેળ પાણીના ફાયદા તો જાણ્યા જ હશે, પરંતુ શિયાળાની ઋતુમાં નારિયેળની ચા તમારા માટે ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. આવો જાણીએ તેના ફાયદા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોગપ્રતિકારક શક્તિ અને હૃદયની સમસ્યાઓમાં ફાયદાકારક:
શિયાળાની ઋતુમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં, તમે ઈન્ફેક્શનથી બચવા માટે નારિયેળની ચાનો ઉપયોગ કરી શકો છો. જે લોકો અવારનવાર બીમાર પડે છે, તેમણે આ ચાનો પ્રયોગ કરવો જોઈએ. નારિયેળની ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ જલ્દી વધે છે. આ ચામાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આજકાલ લોકોની ફૂડ હેબિટ્સ ખૂબ જ અવ્યવસ્થિત છે. જેના કારણે નાની ઉંમરમાં લોકો હૃદયને લગતી બીમારીઓનો ભોગ બને છે. નારિયેળની ચા HDL કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ કરે છે અને હાઈ બ્લડપ્રેશર સામે રક્ષણ આપવામાં પણ મદદ કરે છે.


વજન અને ત્વચા માટે પણ ફાયદાકારક:
નારિયેળની ચામાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને પાણીની માત્રામાં વધુ રહેલી છે. આ કારણે નારિયેળની ચા પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. જો તમે વજન નિયંત્રિત કરવા માંગો છો, તો દરરોજ આ ચાનું સેવન કરો. ઉપરાંત, આ ચા ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં ચરબી અને એન્ટીઑકિસડન્ટ ગુણો હોય છે. જેના કારણે ત્વચા સંબંધિત સમસ્યા દૂર થાય છે.


નારિયેર ચા કેવી રીતે બનાવવી:
નારિયેરની ચા બનાવવા માટે તમારે આ વસ્તુઓની જરૂર પડશે. 3 કપ પાણી, 1 કપ નાળિયેરનું દૂધ, 1/2 કપ હેવી ક્રીમ, 2 બેગ ગ્રીન ટી, 1 ચમચી બ્રાઉન સુગર. આ ચા બનાવવા માટે એક વાસણમાં પાણી ઉકાળો. તેમાં ગ્રીન ટી બેગ્સ નાખો. તેમાં નારિયેળનું દૂધ ઉમેરો અને હેવી ક્રીમ મિક્સ કરો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને ટી બેગ્સ બહાર કાઢી લો. ટેસ્ટ વધારવા માટે બ્રાઉન સુગર ઉમેરો.