લિંગ, સ્તન અને હોઠ જેવા દેખાય છે આ છોડ! જાણો માનવઅંગો સાથે આ છોડનું શું છે કનેક્શન
અલગ અલગ માણસોના દેખાવ મળતા આવતા હોવાનો અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. પરંતુ ક્યારે એવું સાંભળ્યું કે જોયું છે કે વૃક્ષો એકદમ માનવ અંગો દેવા દેખાય. આજે તમને આવા જ કેટલાક વૃક્ષો વિશે માહિતી મળશે. જેને જોઈને તમે પણ આશ્ચર ચકિત થઈ જશો.
નવી દિલ્લીઃ કુદરતની કળાને સમજવી માનવ મગની બહાર છે. સતત શોધ કરતા માનવનો મગજ પણ કુદરતની કેટલીક કળાને જોઈને આશ્ચર્યમાં પડી જાય છે. દુનિયામાં કેટલાક એવા વિચિત્ર છોડ છે જે એકદમ માનવ અંગો જેવા જ દેખાય છે. એટલું જ નહીં પણ કેટલાકના દેખાવ જોઈને તમે પણ સરમમાં પડી શકો છો. આ છોડને પહેલી વાર જોતાં મનમાં માનવ અંગોનું સભાન વિચાર આવે છે. આવો જાણીએ કે ક્યા આ વિચિત્ર છોડ છે અને કેમ આવા દેખાય છે.
ઉષ્ણકટિબંધીય પીચચર પ્લાન્ટ-
ઉષ્ણકટિબંધીય પીચચર પ્લાન્ટનું છોડ માંસભક્ષક તરીકે ઓળખાય છે. આ છોડનો દેખાવ ખુબ જ વિચિત્ર છે. આ છોડનો ઉપરનો ભાગ કોથળિયાવાળું હોય છે. જે નાના જીવોને પચાવવામાં મદદરૂપ થાય છે.
લુફા પ્લાન્ટ-
કોઈ પણ વ્યક્તિ હોય તે આ છોડને જોતા પહેલીવાર તો આશ્ચર્યમાં જરૂર પડી જાય છે. લુફા પ્લાન્ટના છોડનો આકાર એકદમ સ્ત્રીના સ્તન જેવો હોય છે. આ છોડ વિયેતનામમાં વધુ જોવા મળે છે. આ છોડના દ્રશ્યો ખુબ જ મનમોહક હોય છે.
ઈટાલિયન પ્લાન્ટ-
ઈટાલિયન પ્લાન્ટને મેલ પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્લાન્ટમાં માનવ શરીરની ઝાંખી દેખાય છે. એકદમ માણસના શરીર જેવો જ આકાર આ છોડમાં જોવા મળે છે. માણસના શરૂર જેવો લાગતા આ પ્લાન્ટને ઈટાલિયન પ્લાન્ટ તરીકે વધુ ઓળખવામાં આવે છે.
ડ્રેક્યુલા સિમિયા-
એકદમ કપિરાજનું મિન વર્જન લાગે છે આ છોડ. આ છોડ દેખાવમાં સંપૂર્ણપણે કપિરાજ જેવુંજ લાગે છે. આ છોડનું સાચું નામ ડ્રેક્યુલા સિમિયા છે. પરંતુ તેનો આકાર કપિરાજ જેવો હોવાથી તેને મંકી છાપ છોડ પણ કહેવાય છે.
સપ્કોટોરિયા યા લિપ્સ-
તમારે હુબહુ મહિલાના હોઠ જેવો જ આકાર જોવો હોય તો સપ્કોટોરિયા યા લિપ્સના છોડને જોઈ લો. આ છોડનો દેખાવ સુંદર મહિલના ગુલાબની પાંખડી જેવા હોઠ જેવો જ હોય છે.
ઈંટીરહિનમ-
તમે માણસની ખોપડી તો જોઈ જ હશે. પરંતુ શમશાન કે પછી પિક્ચર કે કોઈ લેબમાં. પરંતુ વાસ્તવમાં માણસની ખોપડી જોવી હોય તો ઈંટીરહિનમ છોડને જોઈ લો. આ છોડનો આખાર એકદમ માનવ ખોપડી જેવો જ દેખાય છે.