WEIGHT LOSS MYTHS: વજન ઘટાડવા માટે ક્યારેય આ બાબતો પર વિશ્વાસ ન કરો, તેનાથી સ્વાસ્થ્ય પર થઈ શકે છે ખરાબ અસર...આપણે ઘણી વખત જોયું છે કે લોકો વજન ઘટાડવા માટે શોર્ટકટ શોધે છે...ઘણી વખત લોકો મિત્રોની વાતોમાં આવી જાય છે, જેનો કોઈ પુરાવો નથી. આહાર નિષ્ણાંત ડોકટરના જણાવ્યા અનુસાર, વજન ઘટાડવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે કસરત કરવી અને યોગ્ય માત્રામાં યોગ્ય પોષણ લેવું..ઘણા લોકો વજન ઘટાડવા માટે પહેલા ખાવા -પીવાનું છોડી દે છે. જેના કારણે તેઓ નબળાઈનો અનુભવ કરવા લાગે છે. વજન ઘટાડવા સાથે જોડાયેલી આવી ઘણી વાતો છે, જે તમારા માટે જાણવી ખૂબ જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમારે વજન ઓછું કરવું હોય તો આ ભૂલો ન કરો....


1- મીઠાઈ ખાવાનું ચોક્કસ બંધ કરો-
મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે ખાંડ લેવાનું બંધ કરે છે. આહારમાંથી તમામ પ્રકારની ખાંડને કાઢી નાખવાથી લાંબા ગાળે નુકસાન થશે. ખોરાકમાં ખાંડનું પ્રમાણ મહત્વનું છે, પરંતુ સંતુલિત રીતે તેનું સેવન કરવું અગત્યનું છે.


2- વજન ઘટાડવા માટેના સપ્લીમેન્ટ-
આપણે જોઈએ છીએ કે ઘણા લોકો વજન ઘટાડવા માટે ખાવાને બદલે વજન ઘટાડવાના સપ્લીમેન્ટ લે છે, જેનો વધુ પડતો ઉપયોગ શરીરને નુકસાન પહોંચાડે છે. તેથી જ કુદરતી રીતે વજન ઓછું કરવું વધુ સારું છે.


3- વધુ પડતી કસરત કરવી-
જેઓ વિચારે છે કે જીમમાં દોડવું અથવા ખૂબ મહેનત કરવાથી તમને વજન ઓછું કરવામાં મદદ મળે છે, તેઓ ખોટા છે. ડાયટ એક્સપર્ટ ડો.રંજના સિંહ કહે છે કે કસરત કરવાથી વજન ઓછું કરવું જરૂરી છે, પરંતુ યોગ્ય માત્રામાં યોગ્ય આહાર લેવા સાથે કસરત કરવાથી વજન સંતુલિત રહે છે.


4- જમવાનું છોડી દેવું-
ભોજન છોડવું તમને ક્યારેય વજન ઘટાડવામાં મદદ કરી શકતું નથી. તમે ખાવા -પીવાનું છોડી દેવાથી તણાવ અનુભવી શકો છો. મેદસ્વીપણાને ઘટાડવા માટે, તમારે ફક્ત એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તમે વધારે કેલરીનો વપરાશ તો નથી કરતા ને.....અને સમયસર કસરત કરો...


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતુ નથી. કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ અચુક લેવી.)