COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vanilla Oreo Ice cream: જો તમે મેકડોનલ્ડ્સમાં જતા હોય તો ત્યાં તમને ડેઝર્ટમાં ખાસ ડિશ McFlurry ખાવાનું ન ભૂલતાં. તેનો સ્વાદ ખરેખર ગજબનો હોય છે. ચોકલેટી અને વેનીલા ફ્લેવરની સાથે ઠંડા-ઠંડા આઈસક્રીમની મજા તમને McFlurry Ice Cream આપશે. જો તમે તેને ઘરે બનાવવા માગતા હોય તો સરળતાથી બનાવી પણ શકો છો. તો ચિંતા ન કરશો. આ રેસિપીને ફોલો કરો અને માણો McFlurry આઈસક્રીમની મજા. સામાન્ય રીતે લોકોની એવી સમજ હોય છેકે, આઈસક્રીમ ખાવાથી શરદી થઈ જતી હોય છે. કારણકે, તે ઠંડો હોય છે. જોકે વાસ્તવમાં તેનાથી ઉલટું હોય છે. આઈસક્રીમની તાસિર અંદરથી ગરમ હોય છે. તેના કારણે ઠંડીમાં ઘણાં લોકો ખુબ આઈસક્રીમ ખાતા હોય છે. તેના કારણે બોડીને અંદરથી ગરમાવો મળે છે. જોકે, દરેકના શરીર અને મેટાબોલિઝમ અલગ અલગ હોય છે તેથી આ વાત દરેકને લાગૂ પડતી નથી.


Vanilla Oreo Ice Crean સામગ્રી:
1. 250 ગ્રામ ચિલ્ડ વિપિંગ ક્રીમ
2. 1 કપ કન્ડેન્સ મિલ્ક
3. 1 ચમચી વેનિલા એસન્સ
4. 10 ઓરિયો કુકીઝ
5. દળેલી ખાંડ


કેવી રીતે બનાવશો વેનિલા ઓરિયો આઈસક્રીમ:
1. જિપ લોક બેગ લો અને પોતાના ઓરિયો કૂકીઝને રાખો.
2. રોલિંગ પિનની સાથે ઓરિયો કૂકીઝને ક્રશ કરો અને એકબાજુ રાખો.
3. એક બાઉલ લો અને તેમાં ક્રીમ અને દળેલી ખાંડને નાંખીને સારી રીતે ગ્રાઈન્ડ કરી લો.
4. હવે ક્રીમમાં વેનિલા એસન્સ મિક્સ કરો.
5. સાથે જ ઓરિયો બિસ્કિટની ક્રીમ કાઢીને મિશ્રણમાં ભેળવી દો.
6. હવે એક બાઉલમાં રાખીને ડીપ ફ્રીઝ કરી દો.
7. 5 કલાક પછી ફ્રિઝમાંથી કાઢ્યા પછી ઉપરથી ક્રશ કરેલ ઓરિયો બિસ્કિટ નાંખીને ખાઓ.