Dating: જ્યારે પણ આપણે કોઈને પહેલીવાર મળીએ છીએ, ત્યારે આપણે વાતચીત અને વર્તનની અમુક મર્યાદાઓ નક્કી કરવી પડે છે. આપણે એવું વિચારીને કોઈને મળવા જઈએ છીએ કે આપણને ક્યારેય ખોટી છાપ ન પડે. ખાસ કરીને જો કોઈને ડેટ પર જવાનું હોય, તો વ્યક્તિ કપડાં, પગરખાં અને ખાવા-પીવાની વસ્તુઓનું પણ ધ્યાન રાખે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાની એક છોકરીએ આવું જ વિચિત્ર કામ કર્યું છે. જે છોકરા સાથે તે ડેટ પર ગઈ હતી એ સમયે તેને ભાવતું સીફૂડ ખાવાનું મન બનાવ્યું હતું.  તે છોકરા સાથે તેની મનપસંદ રેસ્ટોરન્ટમાં ગઈ હતી. એક વખત છોકરીએ ખાવાનું શરૂ કર્યું ત્યારે કંઈક એવું થયું જેની છોકરાએ કલ્પના પણ કરી ન હતી.


પ્રથમ ડેટ પર જ 48 ઇસ્ટર ખાઈ ગઈ-
છોકરીએ પોતે જ તેના TikTok એકાઉન્ટ દ્વારા જણાવ્યું છે કે છોકરો તેની સાથે ડેટ પર જવા માંગતો હતો. આવી સ્થિતિમાં તેઓ એકસાથે એટલાન્ટાના ફોન્ટેનના ઓયસ્ટર હાઉસ પહોંચ્યા હતા. અહીં છોકરીએ 15 ડોલર એટલે કે 1248 રૂપિયામાં એક એવા સીફૂડ ખાવાનું શરૂ કર્યું હતું. તેણે કુલ 48 ઓઇસ્ટર્સ ખાધા અને ક્રેબ કેક અને બટાકાની વાનગીનો ઓર્ડર પણ આપ્યો. તે આટલું બધું ખાતી રહી અને સામે બેઠેલો છોકરો તેને જોઈને સ્તબ્ધ થઈ ગયો. છોકરીએ ભોજનને ખૂબ જ સ્વાદિષ્ટ ગણાવ્યું જ્યારે ડેટ પર આવેલો છોકરો તેના વર્તનથી બિલકુલ ખુશ નહોતો.


બિલ ચૂકવતા પહેલાં છોકરો ભાગી ગયો-
એટલું જ નહીં, જ્યારે છોકરીનું ફૂડ બિલ 150 પાઉન્ડ એટલે કે 15,000 રૂપિયાથી વધુનું આવ્યું તો તે ચૂકવે તે પહેલાં જ છોકરો ભાગી ગયો. તેણે વોશરૂમનું બહાનું કાઢીને નીકળી ગયો અને તે ક્યારેય પાછો આવ્યો નહીં. એટલું જ નહીં તેણે યુવતીને મેસેજ કરીને કહ્યું કે તે તેને ડ્રિંક માટે બહાર લઈ જવા માગતો હતો. તેથી તે એપ પર ડ્રિંકના પૈસા ફોરવર્ડ કરી રહ્યો છે. તેણે આટલું ખાવાનું મંગાવવાનું ક્યારેય કહ્યું જ ન હતું.