નવી દિલ્લીઃ દાઢી અને મૂંછ વધારવા માટે લોકો મોંઘા મોંઘા કૉસ્મેટિક્સનો ઉપયોગ કરે છે. પણ શું તમે જાણો છો વગર કૉસ્મેટિક્સે પણ તમે ઘરેલુ ઉપચારથી વધારી શકો છો. આ ઘરેલુ ઉપચારથી તમે લાંબા સમય સુધી દાઢી અને મૂંછના વાળ હેલ્થી રાખી શકો છો. તો ચાલો જાણીએ નેચરલ ઘરેલુ ઉપચારથી કેવી રીતે દાઢી અને મૂંછના વાળ વધારી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમળાનું તેલ-
આમળા, એક હેર સપ્લીમેન્ટ છે. જે દાઢી અને મૂંછના વિકાસમાં મદદ કરી શકે છે. આમળાનું તેલ વાળના Ph સ્કેલને લેવલમાં લાવે છે અને દાઢી-મૂંછને વધારવા માટે એનવાયરમેન્ટ આપે છે. તેલમાં વિટામીન C હોય છે, જે એક એન્ટીઑક્સિડેન્ટ છે જે મુક્ત કળો સાથે લડે છે. આ તેલથી દાઢી-મૂંછ પર માલિશ કરી 25 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ નાખવું.


નારિયલ તેલ માલિશ-
દાઢી અને મૂંછ પર નારિયલ તેલની માલિશ તેને વધારવામાં મદદ કરશે. તમે નારિયલ તેલને મેહંદી સાથે મિક્ષ કરીને ઉપયોગ લઇ શકો છો. વધારે ફાયદા માટે નારિયલ તેલને થોડું ગરમ કરો. આ તેલને કોટનમાં લગાવીને દાઢી-મૂંછ પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. અઢવાડીયામાં ત્રણ વખત આ કરવું.


તજ-લીંબુની પેસ્ટ-
લીંબૂ સિટ્રિક એસિડ, કેલ્શિયમ અને વિટામીનથી ભરપૂર હોય છે. જેથી લીંબુના રસથી ડેંડ્રફ ઓછું થાય છે. જ્યારે, તજ પોષક તત્વોથી ભરપૂર છે. જે લોહીના પ્રવાહમાં સુધાર કરે છે. બંનેમાં એવા ગુણ છે કે, જે દાઢી-મૂંછના વિકાસ માટે સહાયક છે. તમારે તજનો પાઉડર કરી લીંબુના ટીપા નાખી તે પેસ્ટને 30 મિનિટ સુધી લગાવી રાખવાનું રહેશે. જેને ધોવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરો. અઢવાડીયામાં બે વખત આવું કરો.


(DISCLAIMER: અહીં આપવામાં આવેલી વિગતો ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય માહિતી પર આધારીત છે. આને ઉપયોગમાં લેવા પહેલાં ડોક્ટરોની સલાહ લેવો. ZEE 24 કલાક આની પુષ્ટી નથી કરતું.)