નવી દિલ્હીઃ એક સ્વસ્થ વ્યક્તિની આંખમાં 3 પ્રકારના કોન સેલ્સ હોય છે. જેની મદદથી આપણી આંખ અલગ અલગ રંગો ઓળખી શકે છે. પ્રકાશ આંખની પાછળ આવેલા રેટિનામાં જાય છે. જેમાં આ કોન સેલ્સ હોય છે. જે મગજને રંગો ઓળખવામાં મદદ કરે છે. રંગોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. રંગો તો તમે જોયા જ હશે...લાલ, લીલો, પીળો, ગુલાબી વગેરે વગેરે....આ તો મે કેટલાક રંગોના નામ આપ્યા. પરંતુ શું તમને ખબર છે કે, એક સામાન્ય મનુષ્યની આંખ 10 લાખ રંગો ઓળખી શકે છે. એટલે કે તે બેબી પિંક, ડાર્ક પિંક અને રોઝ પિંક વચ્ચેનો ભેદ પારખી શકે છે. અને આ વાત વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી છે. એક સ્વસ્થ વ્યક્તિની આંખમાં 3 પ્રકારના કોન સેલ્સ હોય છે. જેની મદદથી આપણી આંખ અલગ અલગ રંગો ઓળખી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


આંખ કેવી રીતે ઓળખે છે રંગ?
જ્યારે પ્રકાશ કોઈ વસ્તુ સાથે ટકરાય છે ત્યારે એ વસ્તુ પ્રકાશનો કેટલોક ભાગ પોતાની અંદર શોષી લે છે અને બાકીના પ્રકાશને પાછો છોડી દે છે. હવે કેટલું શોષી લેવામાં આવે છે અને કેટલું પાછું છોડવામાં આવે છે, તે પદાર્થના ગુણધર્મ અને પ્રકાર પર આધારિત છે. આ પ્રકાશ આપણી આંખણાં આવે છે અને રેટિના સાથે ટકરાય છે. આંખના આ ભાગમાં કોન્સ હોય છે. જે પ્રકાશને જવાબ આપે છે. અને મગજને રંગો ઓળખવામાં મદદ કરે છે.


જાનવરો ઓળખી શકે છે રંગ?
માનવી તો લાખો રંગો ઓળખી શકે છે પરંતુ આ ક્ષમતા કેટલાક જાનવરોમાં જ જોવા મળે છે. આપણે ખૂબ જ સુંદર અને રંગબેરંગી માછલીઓ જોઈ હશે પરંતુ તેઓ રંગોને નથી ઓળખી શકતી. આવી જ રીતે શ્વાન પણ રંગોને નથી ઓળખી શકતા. તેઓ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સ્થાનથી ઓળખે છે. વાંદરો કેટલાક રંગોને ઓળખી શકે છે. જ્યારે ગાય, બળદ, ગર્દભ જેવા પ્રાણીઓ મોટાભાગે ખાકી રંગને જ ઓળખી શકે છે.


કેટલાક લોકો હોય છે અનોખા-
આપણી આંખો સામાન્ય રીતે 10 લાખ રંગો ઓળખી શકે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે
આ દુનિયામાં કેટલાક લોકો એવા છે જે એક કરોડ રંગો પણ ઓળખી શકે છે. એટલે કે તેઓ સામાન્ય લોકો કરતા 10 ગણા વધારે રંગો ઓળખવાની ક્ષમતા ધરાવે છે.