નવી દિલ્લીઃ પ્લાસ્ટિકના નાનાં-નાનાં કણ આપણાં સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એટલા માટે વિશેષતજ્ઞો કાચ અથવા ધાતુની બોટલમાંથી પાણી અથવા અન્ય પીણાં પીવાની સલાહ આપે છે. ડૉક્ટરોએ ઘણીવાર આ અંગે ચેતવણી આપી છે, કે પ્લાસ્ટિકના નાનાં કણથી શરીરને નુકસાન પહોંચે છે. છેલ્લી થયેલા સંશોધનમાં આ વાત સામે આવી હતી કે પ્લાસ્ટિકના સુક્ષ્મ કણ શરીરના લોહી અને પ્લેસેંટામાં પ્રવેશ કરી શકે છે. પરંતુ ઉંદર પર થયેલા સ્ટડીમાં એક ચોંકાવનારી વાત સામે આવી. સ્ટડી અનુસાર પ્લાસ્ટિકનાં નાનાં-નાનાં કણ ગર્ભવતી મહિલાઓના ભ્રૂણને નષ્ટ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


શું છે માઈક્રોપ્લાસ્ટિક્સ-
માઈક્રોપ્લાસ્ટિક 0.2 ઈંચ અથવા 5 મિલિમીટર વ્યાસથી પણ નાનાં પ્લાસ્ટિક્સનાં નાના ટુકડા હોય છે. આ સિવાય કેટલાક પ્લાસ્ટિકનાં સુક્ષ્મ કણ એટલા નાના હોય છે કે, તેને નરી આંખે જોવા અસંભવ હોય છે. માટે સ્વાસ્થ્યનું ઘ્યાન રાખીને પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાની ટેવ છોડવી જોઈએ.


રિસર્ચમાં શું સામે આવ્યું-
છેલ્લે કરવામાં આવેલી સ્ટડી અનુસાર 24 કલાક બાદ ગર્ભવતી જાનવરોની ગર્ભનાળમાં માઈક્રો અને નેનો પ્લાસ્ટિક મળી આવ્યું. એટલુ જ નહી, આ પ્લાસ્ટિકના કણ આખા ભ્રૂણમાં જોવા મળ્યા. વિશેષજ્ઞોના જણાવ્યાનુસાર, દરેક વ્યક્તિ પ્રતિ સપ્તાહે અંદાજે 5 ગ્રામ માઈક્રો અને નેનો પ્લાસ્ટિકની ખપત કરે છે, જે ખરેખર ચિંતાનો વિષય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જ્ઞાન પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લો. આ સમાચાર પુષ્ટિ નથી કરવામાં આવતી.)