Perfect Parenting: જાણો કઈ ઉંમરના બાળક સાથે માતા-પિતાએ કઈ રીતે કરવી જોઈએ વાત
નવી દિલ્હીઃ પેરેન્ટ્સ માટે દરેક દિવસ એક પડકારથી ઓછો નથી હોતો. તેમના માથે અનેક જવાબદારીઓનો ઢગલો હોય છે. આ દરમિયાન માતા-પિતાની થોડી પણ ચૂકની બાળમાનસ પર ગંભીર અસર પડે છે. એટલા માટે માતા-પિતાએ બાળકોની ઉંમર પ્રમાણે તેમનો ઉછેર કરવો જોઈએ, જેથી તેની આજ તો સુધરે સાથે જ તેનુ ભવિષ્ય પણ સુધરી શકે.
બાળકોના ઉછેરને લઈ માતા-પિતાએ ખૂબ જ સતર્ક રહેવુ પડે છે. નાની સરખી પણ ચૂક પણ મોટી પરેશાની ઉભી કરી શકે છે. બાળકોની ભાવનાઓને નજરઅંદાજ કરવાથી, ધીમે ધીમે માતા-પિતાથી દૂર થવા લાગે છે. બીજીબાજુ કોઈ બાળકની ઈચ્છા પૂરી ન થાય તો, ક્યારેક ક્યારેક તેના મનમાં કડવાહટ પણ આવી જાય છે. આજ કારણ છે કે, માતા-પિતાએ બાળકના ઉછેરમાં એક-એક પગલુ સાવધાનીથી ભરવુ પડે છે.
એક ન્યૂઝ આર્ટીકલમાં ભૂટાનનાં ગ્રોસ નેશનલ હેપ્પીનેસ સેન્ટરનાં સંસ્થાપક ડૉક્ટર સામૂદ છેત્રી બાળકોને યોગ્ય ઈરાદા અને શ્રેષ્ઠ પ્રયત્ન કરવા માટે પ્રોત્સાહન આપવામાં વિશ્વાસ રાખે છે. તેમનુ કહેવુ છે કે, આ બે ઈરાદા બાળકના જીવતરમાં મહત્વનો ફાળો ભજવે છે. મોર્ડન પેરેન્ટિંગ મુશ્કેલ છે, કારણકે તેમા કોમ્પીટિશલ છે પરંતુ તમે પોતાના બાળકોને બીજા કરતા પોતાની જાત સાથે સ્પર્ધા કરવાનું શીખવાડો. તેને નાની ઉંમરથી જ એક વસ્તુ એક્સ્ટ્રા કરવાની ટેવ પાડો. જેના કારણે તેની આજ આવતીકાલ કરતા વધુ સારી સાબિત થાય.
વેદોની શિક્ષા પર વિચાર કરતા ડૉ. છેત્રી કહે છે કે, ‘આપણે બાળકો સાથે તેની ઉંમર મુજબનો વ્યવહાર કરવો જોઈએ’.
જન્મથી લઈને 8 વર્ષ સુધીઃ જન્મથી લઈને 8 વર્ષ સુધી બાળકોનો ઉછેર રાજકુમાર કે રાજકુમારીની જેમ કરવો જોઈએ, બાળકને એહસાસ કરાવો કે તે તમારા માટે સ્પેશિયલ છે.
9 વર્ષથી 12 વર્ષ સુધીઃ આ ઉંમરમાં બાળકોએ નાની નાની ભૂલ કરતા બચવુ જોઈએ. આ ઉંમરમાં બાળકોને ઘરની નાની-નાની પ્રોબલેમમાં ઈન્વોલ્વ કરો. ઝઘડો તેની સામે કરો, તો માફી પણ તેની સામે જ માગો.
12 વર્ષથી 16 વર્ષ સુધીઃ આ ઉંમરમાં બાળકો સાથે થોડુ કડક વલણ રાખવુ જોઈએ. કેટલીક લીમીટ બનાવવી જોઈએ. બાળકને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધુ પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરો. નિર્ણય લેવામાં તેના સલાહકાર બનો.
16 વર્ષ પછીઃ આ ઉંમરમાં બાળકો સાથે સ્ટ્રીક્ટ રહેશો તો તે ક્યારેય તમારી વાત નહીં સાંભળે, માટે તેના મિત્ર બનીને રહેવુ જોઈએ.