કપડાં પરથી પરસેવાના ડાઘ નથી થતા દૂર તો આ ટિપ્સ અજમાવો, નહીં આવે દુર્ગંધ
ઘણીવાર એવું બનતું હોય છેકે, કપડાં પર પરસેવાના ડાઘા થઈ જતા હોય છે. આ ડાઘા લાંબા સમય સુધી દૂર થતા નથી. જેને કારણે તમે જ્યારે પણ આ કપડાં પહેરો તો ત્યાં ડાઘા ચોક્કસ દેખાય છે. તો આવા જીદ્દી ડાઘને દૂર કરવા શું કરવું તે પણ જાણો...
Tips to Remove Sweat Smell From Clothes: પરસેવાના કારણે કપડાં પર સફેદ અને કાળા નિશાન બની જાય છે.ઉનાળાની ઋતુમાં પરસેવો થવો સામાન્ય બાબત છે. તડકા અને ભેજને કારણે કેટલાક લોકોને ખૂબ પરસેવો થાય છે. કેટલીકવાર ઘણા પ્રયત્નો પછી પણ કપડાંમાંથી દુર્ગંધયુક્ત પરસેવાના ડાઘ જતા નથી, તો કેટલીક સરળ ટિપ્સની મદદથી તમે કપડાંને સાફ અને દુર્ગંધ મુક્ત બનાવી શકો છો..
સફેદ વિનેગરનો ઉપયોગ કરો:
કપડામાંથી પરસેવાના નિશાનથી છુટકારો મેળવવા માટે તમે પણ સફેદ વિનેગરનો ઉપયોગ કરી શકો છો. આ માટે 1 ચમચી વિનેગરમાં થોડું ગરમ પાણી નાખો. હવે આ પાણીમાં ડાઘને પલાળી રાખો. કપડા પરના નિશાન થોડા સમય પછી ગાયબ થઈ જશે.
માઉથવોશનો ઉપયોગ કરો:
તમે પરસેવાના ડાઘા અને કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે પણ માઉથવોશનો ઉપયોગ કરી શકો છો. તેના માટે બે મગ પાણીમાં બે ઢાંકણા જેટલું માઉથવોશ મિક્સ કરો. પછી આ મિશ્રણમાં કપડા પરના ડાઘવાળી જગ્યાને ડુબાડીને પંદર મિનિટ માટે છોડી દો. પછી લિક્વિડ ડિટર્જન્ટથી કપડાને સામાન્ય રીતે ધોઈ લો.
ધોવાના સોડાનો ઉપયોગ કરો:
તેને સોડિયમ કાર્બોનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કપડા પરના ડાઘ દૂર કરવા માટે 2 ચમચી સોડામાં થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. પછી તેને ડાઘવાળી જગ્યા પર લગાવો અને વીસ મિનિટ માટે રહેવા દો. પછી કપડાંને સામાન્ય રીતે ધોઈ લો.
લીંબુનો ઉપયોગ કરોઃ
કપડામાંથી પરસેવાના ડાઘ દૂર કરવા માટે તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. આ માટે પાણીમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને ડાઘવાળી જગ્યા પર લગાવો અને થોડા સમય પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
બેકિંગ સોડાનો ઉપયોગ કરોઃ
બેકિંગ સોડાનો ઉપયોગ કરીને પણ તમે કપડાં પરના ડાઘ દૂર કરી શકો છો. આ માટે બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને પરસેવાના ડાઘ પર લગાવો અને સુકાઈ ગયા પછી કપડાને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
ડિટર્જન્ટથી ધોવું:
લિક્વિડ ડિટર્જન્ટની મદદથી તમે મિનિટોમાં પરસેવાના ડાઘથી છુટકારો મેળવી શકો છો. આ માટે સૌથી પહેલા કપડાને હુંફાળા પાણીમાં પલાળી દો. પછી કપડા પર લિક્વિડ ડિટર્જન્ટ લગાવો અને 5-10 મિનિટ પછી કપડાને ઘસીને ધોઈ લો.
એસ્પિરિનની મદદ લોઃ
કપડા પરના પરસેવાના દુર્ગંધવાળા ડાઘ દૂર કરવા માટે એક કપ ગરમ પાણીમાં એસ્પિરિનની 2 ગોળી મિક્સ કરો. ત્યારબાદ જૂના બ્રશની મદદથી આ મિશ્રણને ડાઘવાળી જગ્યા પર લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. આ પછી સામાન્ય ડીટરજન્ટથી ધોઈ લો.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. zee24kalak આની પુષ્ટિ કરતું નથી. )