નવી દિલ્લીઃ એકવાર ઉંદર કબાટમાં ઘુસી જાય તો એક-એક કરીને તમામ કપડાનો કાપવાનું શરૂ કરી દે છે. જેના કારણે કપડા પહેરવા લાયક નથી રહેતા. તેને ફેંકવા પડે છે. ખાસ કરીને મોંઘા અને પસંદના કપડા હોય તો એ સમયે ખૂબ દુખ થાય છે. આવો આજે તમને અમે એવા કેટલાક તરીકા બતાવીશું જેને અજમાવીને તમે કપડાને ઉંદરથી બચાવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કબાટમાં રાખો આ વસ્તુ-
જો તમારા ઘરમાં ઉંદર ઘૂસી ગયો છે અને તમે નથી ઈચ્છતા કે તે તમારા કપડાને ખરાબ ન કરે તો એ સારું રહેશે કે એકવાર આખો કબાટ ખાલી કરીને તેમની સારી રીતે સફાઈ કરો. જે બાદ થોડું રૂ ફુદીનાના તેલમાં સારી રીતે બોળીને કપડાંની વચ્ચે રાખી દો.


ઝિપ લોક બેગ આવશે કામ-
કપડાને ઉંદરથી બચાવવા માટે તમે કપડાને ઝિપ લોક બેગની અંદર રાખી શકો છો. જ્યારે ઉંદરો તેને કાપવાની શરૂ કરે તો તમને ખબર પડી જશે. એવામાં તમે તરત જ ઉંદરને ભગાવી શકો છો.


ફિનાઈલની ગોળીનો ઉપયોગ કરો-
જો તમને લાગે છે કે તમારા કબાટમાં ઉંદર છે તો તેનાથી છૂટકારો પામવા માટે  ફિનાઈલની ગોળીનો ઉપયોગ કરી શકો છો. આ ગોળીના ઉપયોગથી ઉંદર દૂર ભાગી જશે.


તજનો કરો ઉપયોગ-
તજ પણ તમને ઉંદરથી છૂટકારો અપાવી શકે છે. જેથી કબાટના અંદરના ભાગમાં થોડા તજ રાખી દો. ખાસ કરીને કબાટની અંદરના ખાનામાં. જેથી કપડાને ઉંદરોથી બચાવી શકાય.