નવી દિલ્હીઃ તમને રેલવે બ્રિજની ઉપરથી ટ્રેનના ડબ્બા પર ગોળાકાર જરૂર દેખાયું હશે. આ દેખાવમાં ઢાંકણા જેવા હોય છે. પરંતુ શું તમને એ ખબર છે કે, આખરે આ ઢાંકણા કેમ બનાવવામાં આવે છે? તેનું કામ શું છે? રેલવેથી મળતી જાણકારી અનુસાર આ પ્લેટને રૂફ વેન્ટિલેટર (Roof Ventilator) કહેવામાં આવે છે. કોચમાં જ્યારે મુસાફરો વધી જાય છે ત્યારે ગરમી વધી જાય છે. આ ગરમી કે સફોકેશનને બહર કાઢવા માટે કોચમાં ખાસ વ્યવસ્થા થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોચમાં લાગેલી હોય છે જાળી-
આ સિવાય તમે ટ્રેનના કોચમાં જોયું હશે કે અંદરની તરફ જાળી લાગેલી હોય છે, જે ગેસ પાસ કરે છે. એટલે કે કોચમાં ક્યાંક-ક્યાંક જાળી લાગેલી હોય છે અને કાણાં પણ હોય છે. જેનાથી હવા બહાર નિકળે છે. તમને જાણ હશે કે ગરમ હવાઓ હંમેશા ઉપરની તરફ ઉઠે છે. એટલે કોચમાં આ પ્લેટ લગાવવામાં આવે છે.


વરસાદનું પાણી રોકવા માટે હોય છે ઢાંકણા-
આ જ કારણ છે કે ટ્રેનની ઉપર છત પર ગોળ-ગોળ જાળીઓ લગાવવામાં આવે છે. જેથી ગરમ હવા રૂફ વેન્ટિલેટરના રસ્તે બહાર નિકળી જાય છે. આ જાળી પર એક પ્લેટ પણ લગાવવામાં આવે છે. જેથી વરસાદ પડે તો પાણી ટ્રેનમાં ન આવી શકે.