Juices For Hair: ખરતા વાળની સમસ્યાને રોકવા કરો આ ઉપાય, થોડા જ ટાઈમમાં મળશે પરિણામ
વાળના સારા રાખવા માટે તમારે સમતોલ અને સારો આહોર લેવો જોઈએ. જો તમે વાળ સાથે જોડાયેલી સમસ્યાઓથી હેરાન થઈ રહ્યાં છો. તો તમારે વાળ માટે આ 5 જ્યુસનું સેવન કરવું જોઈએ. આ જ્યુસ પીવાથી વાળની અનેક સમસ્યાઓથી છુટકારો મેળવી શકશો.
નવી દિલ્હીઃ હાલના સમમમાં વાળ ખરવાની સમસ્યા તે સામાન્ય થઈ ગઈ છે. લોકોના વાળ દિવસમાં ઘણી વાર ખરતા હોય છે. અને આ સમસ્યાથી બચવા માટે લોકો અનેક ઉપાય પણ કરતા હોય છે. દરેક વ્યક્તિ સુંદર અને મજબૂત વાળ પસંદ હોય છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે ખરાબ લાઈફસ્ટાઈલ અને ખરાબ આહારના કારણે ઘણી વખત આપણે વાળની સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બનીએ છીએ. વાળની થોડી સંભાળ રાખીને તમે સ્વસ્થ અને મજબૂત વાળ પાછા મેળવી શકો છો. વાળના સારા રાખવા માટે તમારે સમતોલ અને સારો આહોર લેવો જોઈએ. જો તમે વાળ સાથે જોડાયેલી સમસ્યાઓથી હેરાન થઈ રહ્યાં છો. તો તમારે વાળ માટે આ 5 જ્યુસનું સેવન કરવું જોઈએ. આ જ્યુસ પીવાથી વાળની અનેક સમસ્યાઓથી છુટકારો મેળવી શકશો.
ઓરેન્જ જ્યુસ-
ઓરેન્જમાં વિટામિન -C અને એન્ટીઑકિસડન્ટોનું પ્રમાણ વધારે હોય છે. ઓરેન્જ તે રેડિકલથી થતાં નુકસાન સામે લડવામાં કરે છે મદદ . અને વાળના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે. ઓરેન્જમાં વિટામિન B12 અને વિટામિન E પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે વાળના ફોલિકલ્સને રિપેર કરવાનું કામ કરે છે.
આમળાનું જ્યુસ-
આમળા વિટામિન -Cનો સૌથી મોટો બીજો સ્ત્રોત છે. તે વાળને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આમળા વાળનો ગ્રોથ વધારવામાં મદદરૂપ છે. તેમાં કેલ્શિયમ પણ જોવા મળે છે, જે વાળના પાતળાપણું દૂર કરે છે અને તેમને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.
બીટનું જ્યુસ-
બીટનું જ્યુસ તમને વાળના વિકાસમાં ઘણી મદદ કરી શકે છે. આ જ્યુસ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે. જેના કારણે તમારી સ્વાસ્થ્ય વધારે સારી રહેશે. તેનું કારણ એ છે કે તે હિમોગ્લોબિન સુધારવાનું કામ કરે છે.
નાળિયેરનું જ્યુસ-
નાળિયેર પાણી પણ અન્ય રસની જેમ ખૂબ જ પૌષ્ટિક છે. જે વાળના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે. નારિયેળ પાણી પણ શરીરને હાઈડ્રેટ રાખે છે. તેમાં આવી જરૂરી પોષક તત્વો હોય છે. જે તંદુરસ્ત અને મજબૂત વાળ માટે જરૂરી છે.
અલીવ અથવા તો હલીમના બીજ-
અલીવ અથવા હલીમના બીજને ઘણીવાર અવગણવામાં આવે છે. જો કે, અમે તમને જણાવી દઈએ કે તે તમારા વાળને સ્વસ્થ રાખવામાં પણ ઘણી મદદ કરી શકે છે. ઓલિવના બીજમાં કેલ્શિયમ, આયર્ન, ડાયેટરી ફાઈબર અને વિટામિન A, C અને E જેવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જે વાળના વિકાસમાં મદદ કરે છે.