નવી દિલ્લીઃ ઋષિકેશ મોટાભાગના પ્રવાસીઓની ફેવરિટ જગ્યા છે. એની પાછળનાં બે કારણ છે. એક તો દિલ્લીથી સરળતાથી પહોંચી શકાય છે અને બીજુ અહીં ઈન્જોય કરવા માટે ઘણુ બધુ છે. પરંતુ આજે અમે તમને ઋષિકેશની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના વિશે ઘણા ઓછા લોકોને ખ્યાલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણા વર્ષોથી ઋષિકેશ ટ્રાવેલર્સ અને ટૂરિસ્ટો માટે હોટસ્પોટ બન્યુ છે. ઋષિકેશનું ધાર્મિક મહત્વ તો છે જ, સાથે સાથે અહીં હરવા-ફરવા અને ઈન્જોય કરવા માટે પણ ઘણુ બધુ છે. આ જગ્યા દિલ્લીની નજીક હોવાના કારણે અહીં સરળતાથી પહોંચી શકાય છે. યોગ અને મેડિટેશન કરતા લોકો માટે કદાચ ભાગ્યે જ ઋષિકેશ સિવાય આવી બીજી કોઈ જગ્યા હશે. દરવર્ષે અહીં વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે.


એમ તો ઋષિકેશમાં ઘણી ફેમસ જગ્યાઓ છે, જ્યાં લોકો દૂર દૂરથી ફરવા આવે છે. પરંતુ કેટલીક જગ્યા એવી પણ છે, જેના વિશે ખૂબ જ ઓછા લોકોને માહિતી છે. તો આજે અમે તમને ઋષિકેશની આવી જ કેટલીક જગ્યા જણાવવા જઈ રહ્યા છે. અહીં આવીને તમને રિફ્રેશિંગ અને તાજગી અનુભવશો.


1) ઋષિકેશનું હોટ વોટર સ્પ્રિંગઃ ઋષિકેશ સ્થિત રઘુનાથ મંદિર પાસે એક  સુંદર અને પૌરાણિક હોટ વોટર સ્પ્રિંગ આવેલુ છે.  માનવામાં આવે છે તે, વનવાસ જતા સમયે ભગવાન રામે આ કુંડમાં ડૂબકી લગાવી હતી. પૌરાણિક સમયમાં, આ કુંડમાં પાણીનો ઉપયોગ સંતો-મહંતો પોતાની પવિત્ર ચીજ-વસ્તુઓ ધોવા માટે કરતા હતા. આ જગ્યા ત્રિવેણી ઘાટથી ખૂબ જ નજીક આવેલી છે.


2) નીર ગઢ વોટરફોલઃ આ વોટરફોલ લક્ષ્મણ ઝૂલાથી 5 કિલોમીટરના અંતરે આવેલો છે. અહીં પહોંચવા માટે તમારે થોડુ ચઢાણ કરવુ પડે છે. જંગલની વચ્ચોવચ આવેલો આ વોટરફોલ એટલો સુંદર છે કે, તમને પહેલી જ નજરમાં ગમી જશે. અહીંનાં સ્પષ્ટ ક્રિસ્ટલ પાણીમાં તમે કલાકો સુધી ઈન્જોય કરી શકો છો.


3) ઝિલમિલ ગુફાઃ આ જગ્યા મણિકૂટ પર્વત પર આવેલી છે. અહીં ત્રણ ગુફા એકસાથે આવેલી છે. આ જગ્યા લક્ષ્મણ ઝૂલાથી 21 કિલોમીટ.ર દૂર આવેલી છે. જ્યારે નીલકંઠ મંદિરેથી આ જગ્યા 4 કિલોમીટરનાં અંતરે આવેલી છે. નીલકંઠ પહોંચ્યા બાદ તમારે અહીંના ગાઢ જંગલોમાંથી પસાર થઈને એક કલાક જેટલુ ચઢાણ સર કરવુ પડશે. આ રસ્તો સુરક્ષિત છે. વૃદ્ધ લોકો પણ અહીં સરળતાથી પહોંચી શકે છે. ઝિલમિલ ગુફા ઋષિકેશની પવિત્ર ગુફાઓ પૈકીની એક છે.


4) ગરુડચટ્ટી વોટરફોલઃ  આ જગ્યા ઋષિકેશથી 9 કિલોમીટરની દૂરી પર આવેલી છે. માનવામાં આવે છે કે, ચોમાસા દરમિયાન આ જગ્યાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. આ વોટરફોલ નાનો છે, પણ સુંદર છે. ચોમાસા દરમિયાન અહીં પાણી 7 લેયર્સમાં વહે છે.


5) ફૂલચટ્ટી વોટરફોલઃ ફૂલચટ્ટી વોટરફોલ ગરુડ વોટરફોલથી થોડા અંતરે જ આવેલો છે. આ ગરુડચટ્ટી વોટરફોલ જેટલો જ પણ આકર્ષક છે. પરંતુ અહીં તમારે સાવધાની રાખવી પડશે. કારણકે, અહીંનો રસ્તો લપસી જવાય તેવો છે. જો તમે આ જગ્યાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો ફૂલચટ્ટી પહાડોની પાછળ તરફ ખૂબસુરત સનરાઈઝની મજા લઈ શકો છો.


6) મરીનડ્રાઈવ અને આસ્થા માર્ગઃ તમે મુંબઈની મરીનડ્રાઈવ વિશે સાંભળ્યુ હશે, પરંતુ શું ક્યારેય ઋષિકેશની મરીન ડ્રાઈવ વિશે સાંભળ્યું છે? આ જગ્યા ઋષિકેશથી 24 કિલોમીટરના અંતરે આવેલી છે. આ રસ્તો ગંગાનદીને મળે છે. અહીં વોક કરવાની પોતાની અલગ જ મજા છે. મોટાભાગે લોકો અહીં જોગિંગ અને વોકિંગ કરવા આવે છે. આ જગ્યા મગજ અને શરીરને સુકુન આપે છે.