બચપન કા પ્યાર! નાની ઉંમરમાં તમારા બાળકોને થઈ ગયો છે પ્રેમ? પેરેન્ટ્સ જરૂર વાંચે આ માહિતી
નાની ઉંમરમાં રિલેશનશીપમાં આવેલા બાળકોને માતા-પિતાના સપોર્ટની વધારે જરૂર હોય છે પરંતુ તેમના ગુસ્સા અને નારાજગીના કારણે ઘણીવાર બાળકો માતા-પિતા સાથે દૂરી બનાવી લે છે. માતા-પિતાને જ્યારે રિલેશનશીપની વાત ખબર પડે છે ત્યારે સીધી ના પાડવાના બદલે આ પ્રકારના ઉપાય કરી શકાય.
નવી દિલ્હીઃ ભારતીય માતા-પિતા માટે એ વાતને હજમ કરવી મુશ્કેલ હોય છે કે, તેમના બાળકનું અફેર ચાલે છે. ખાસ કરીને બાળકો જ્યારે નાના હોય ત્યારે આ વાત પેરેન્ટ્સ માટે મોટી હોય છે. બાળકોના રિલેશનશીપની જાણ થતા મોટાભાગના પેરેન્ટ્સ ગુસ્સે થઈ જાય છે. આ જ ગુસ્સાના કારણે માતા-પિતા બાળકો પર વિવિધ પ્રકારના પહેરા લગાવી દે છે. કેટલાક લોકો બાળકોને કઠોર સજા આપે છે, તો કેટલાક બહાર જવા-આવવા પર કે ફોનમાં વાતચીત કરવા પર પ્રતિબંધ લગાવી દે છે. આ બધા પ્રતિબંધોના કારણે ઘણીવાર બાળકો ડરી જાય છે અને પેરેન્ટ્સ સાથે પોતાના મનની વાત શેર કરતા ડરે છે. એવામાં આજના આર્ટીકલમાં સમજીએ કે, ટીનેજ લવ અને રિલેશનશીપને માતા-પિતાએ કેવી રીતે મેનેજ કરવી.
બાળકોની રિલેશનશીપ સાથે કેવી રીતે ડીલ કરવી-
નાની ઉંમરમાં રિલેશનશીપમાં આવેલા બાળકોને માતા-પિતાના સપોર્ટની વધારે જરૂર હોય છે પરંતુ તેમના ગુસ્સા અને નારાજગીના કારણે ઘણીવાર બાળકો માતા-પિતા સાથે દૂરી બનાવી લે છે. માતા-પિતાને જ્યારે રિલેશનશીપની વાત ખબર પડે છે ત્યારે સીધી ના પાડવાના બદલે આ પ્રકારના ઉપાય કરી શકાય.
સૌથી પહેલા પોતાના ગુસ્સાને ઠંડો કરો જેથી તમે શાંતિથી વિચાર કરી શકો. બાળકોની રિલેશનશીપ અંગે પોતાના પાર્ટનર સાથે વાત કરો.
બાળકોની ફિલિંગ્સ સમજો-
માતા-પિતા હોવાના કારણે બાળકોના શરીરમાં પ્યૂબર્ટી દરમિયાન થતા બદલાવોને સમજવા ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે પ્યૂબર્ટીના કારણે બાળકોના શરીરમાં થતા ફિઝિકલ બદલાવો તો સમજાય છે, પરંતુ ઈમોશનલ બદલાવોથી અજાણ હોય છે. એવામાં જરૂરી છે કે બાળકોની ફિલિંગ્સ અને ઈમોશન્સ સમજો.
લવ અને રિલેશનશીપ અંગે બાળક સાથે વાત કરો-
મોટાભાગે માતા-પિતાને બાળકો સાથે આ ટોપિક્સ પર વાત કરવી અજીબ લાગે છે પરંતુ જરૂરી છે કે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને બાળકો સાથે લવ અને રિલેશનશીપના ટોપિક પર વાત કરો. વાત કરવાથી પરેશાનીનો ઉકેલ આવે છે.
આ ટિપ્સની મદદથી પેરેન્ટ્સ ટીનેજ લવ અને રિલેશનશીપ સાથે ડીલ કરી શકે છે-
જો તમને તમારા બાળકની રિલેશનશીપ અંગે જાણ થાય તો, તેની સાથે કઠોર વર્તન કરવાના બદલે તેની સાથે વાત કરો. પેરેન્ટ્સ માટે જરૂરી છે કે, તમે તમારા છોકરા અને છોકરી બંને સાથે મિત્રતા કેળવવાનો પ્રયાસ કરો. બાળકો સાથે રોમાન્સ, સેક્સુયલ, એટ્રેક્શન જેવી વસ્તુઓ ખુલ્લા મનથી વાત કરો. આ ટોપિક્સ પર વાત કરવામાં તમને શરમ આવતી હોય તો, બાળકોને કાઉન્સલર પાસે લઈ જાવ.
બાળકના મિત્રો અંગે જાણ હોવી પેરેન્ટ્સ માટે જરૂરી છે. તેમને અવાર-નવાર ઘરે આમંત્રિત કરો અને તેમની સાથે ટાઈમ સ્પેન્ડ કરો.