શું તમે જાતીય જીવનમાં દુઃખી છો? આ બે વસ્તુઓના સેવનથી પુરુષોને મળશે પરેશાનીમાંથી મુક્તિ!
પુરૂષોના શરીરમાં જો સ્પર્મની માત્રા વધારે પ્રમાણમાં ઘટી જાય તો તેના પિતા બનવાની સંભાવના પણ ઘટી જાય છે. આ વચ્ચે પુરૂષોના લગ્નજીવન ખતરામાં પડી શકે તેમજ પાર્ટનર સાથે પણ સંબંધોમાં કડવાશ આવી જાય. પુરૂષો પોષક તત્વોથી ભરપુર ખોરાક અને થોડી કસરત કરીને આ સમસ્યાને દૂર કરી શકે છે.
નવી દિલ્હીઃ નવયુગલ દંપત્તિમાં જ્યારે યુવતી બાળક ઈચ્છે ત્યારે પુરૂષોએ પોતાના સ્પર્મ કાઉન્ટને લઈ ખાસ ધ્યાન આપવું પડે છે. પુરૂષોના શરીરમાં જો સ્પર્મની માત્રા વધારે પ્રમાણમાં ઘટી જાય તો તેના પિતા બનવાની સંભાવના પણ ઘટી જાય છે. આ વચ્ચે પુરૂષોના લગ્નજીવન ખતરામાં પડી શકે તેમજ પાર્ટનર સાથે પણ સંબંધોમાં કડવાશ આવી જાય. પુરૂષો પોષક તત્વોથી ભરપુર ખોરાક અને થોડી કસરત કરીને આ સમસ્યાને દૂર કરી શકે છે. આવો જાણીએ આ સ્પર્મ કાઉન્ટની સમસ્યાને કેવી રીતે દૂર કરી શકાય.
સ્પર્મ કાઉન્ટ વધારવા માટે આ વસ્તુઓનું કરો સેવન-
સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરુષોએ કિશમિશ અને મધનું સેવન કરવું જોઈએ. આ બંનેનું મિશ્રણ સ્પર્મ કાઉન્ટની સંખ્યા વધારવામાં ઉપયોગી છે. જે લોકોને આ પ્રકારની સમસ્યા હોય તેમણે કિશમિશ અને મધનું સેવન કરવું જોઈએ. દરરોજ રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. આનાથી માત્ર સ્પર્મ કાઉન્ટ જ નહીં પરંતુ શુક્રાણુઓની ગુણવત્તામાં પણ સુધારો થાય છે.
શુક્રાણુઓના ઘટવા પાછળ આ છે કારણ-
-સ્થુળતા.
-તણાવ.
-બહારના ખાવાનું વધારે પ્રમાણમાં સેવન.
-સિગરેટનું સેવન.
-વધારે પ્રમાણમાં હસ્તમૈથુન.
આદુથી મળશે ફાયદો-
કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આદુના સેવનથી પુરૂષોની ફર્ટિલિટીમાં વધારો થઈ શકે. આદુ શરીરમાં સ્પર્મના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે. ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણમાં વધારો કરવામાં પણ આદુનું સેવન લાભકારી છે કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. કૃપા કરીને તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)