નવી દિલ્લીઃ આજકાલ મોટા મોટા શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ બહુ વધી ગયું છે. તેનું કારણ છે ઈન્ડસ્ટ્રી, જંગલોમાં વૃક્ષોનું છેદન, ગંદકી વગેરે. દર વર્ષે પર્યાવરણના દિવસે લોકો મોબાઈલમાં અથવા કોઈ સમારોહમાં મોટી મોટી વાતો કરે કે લાખો વૃક્ષો વાવશું, સ્વચ્છતા રાખશું પરંતુ એવું કશું થતું નથી અથવા એ એક દિવસ માટે વધી કામગીરી કરવામાં આવે છે. આ બધાથી કંટાળીને ઉત્તરપ્રદેશના આગ્રામાં એક નિવૃત બેંક અધિકારીએ પોતાના ઘરને ગ્રીન હાઉઝમાં તબદીલ કરી દીધું. તમને સવાલ થતો હશે કે આ કેવી રીતે શક્ય છે. આ ઘરની ખાસિયતો વિશે આવો વદુ વધુ માહિતી જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરપ્રદેશના આગ્રાના શાહગંજ વિસ્તારમાં ચંદ્રશેખર શર્મા નામના એક નિવૃત બેંક અધિકારીનું ઘર આકર્ષણનું કેન્દ્ર બન્યું. માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ જર્મની, જાપાન અને બાંગ્લાદેશના વિદેશી પર્યટકો આ ઘરની મુલાકાત લઈ ચુક્યા છે. ચંદ્રશેખર શર્માએ પોતાના ઘરનું નામ પણ ગ્રીન હાઉઝ રાખ્યું છે. તેમના ઘરમાં 400 વેરાયટીના 1000 વિવિધ પ્રકારના છોડ છે. આ તમામ છોડને 6300 સ્ક્વેર ફુટ વિસ્તારમાં રાખવામાં આવ્યા છે. 


તેમની મિલકતની બાહ્ય દિવાલોનો મોટો ભાગ વર્ટિકલ ગાર્ડનથી ઢંકાયેલો છે. રસપ્રદ વાત એ છે કે, તેમણે પોતાના નિવાસસ્થાને આગ્રા ક્ષેત્રમાં દુર્લભ એવા કમળના છોડ ઉગાડ્યા છે. છેલ્લાં બે વર્ષમાં, તેમણે શહેરભરના 50થી વધુ ઘરોને તેમના "ગ્રીનહાઉસ" મોડલને અમલમાં મૂકવામાં મદદ કરી છે. તેઓ કહે છે કે તેમણે 2,000થી વધુ વૃક્ષો વાવ્યા છે અને આગામી વર્ષમાં 500 વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેઓ કહે છે કે "હું છોડ અને વૃક્ષો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલું છું અને તેમને મારા બાળકોની જેમ પ્રેમ કરું છું."


ઉત્તરપ્રદેશમાં 40થી વધુ ડિગ્રીની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યાં ચંદ્રશેખર શર્માનું ઘર શહેરના કુલ વાતાવરણ કરતા 5 ડિગ્રી ઓછું રહે છે. એટલું જ નહીં સેન્ટ્ર્લ પોલ્યુશન કંટ્રોલ બ્યુરોએ તેમના ઘરનું એર ક્વોલિટી ઈન્ડેક્સ પણ સર્વોત્તમ કેટેગરીમાં હોવાનું જણાવ્યું. ડિવિઝનલ હોર્ટીકલ્ચર એક્સીબિશનમાં 7 વાર વિજેતા બનેલા ચંદ્રશેખર શર્માએ કહ્યું કે, "મેં મારા ઘરની લગભગ બધી ખાલી જગ્યાનો ઉપયોગ છોડ ઉગાડવા માટે કર્યો છે, જેમાં છત અને દિવાલોનો સમાવેશ થાય છે. હાલમાં, મારા છોડમાં ફૂલો, ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. મેં વિવિધ વેલ અને ઝેરોફાઇટ્સ (એક છોડ કે જેને ખૂબ ઓછા પાણીની જરૂર હોય છે) પણ ઉગાડ્યા છે."


તેમણે વધુમાં કહ્યું કે "છેલ્લા ત્રણ દાયકાથી, મેં મુગલ અને જાપાનીઝ તકનીકોનો અભ્યાસ કર્યો છે અને તેને મારા ઘરે અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે. મારી પાસે ટપક સિંચાઈ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી ન હોવાથી, હું તેને પાણી આપવા માટે ફુવારોનો ઉપયોગ કરું છું. હું વર્મી કમ્પોસ્ટ તૈયાર કરું છું. જેથી છોડને જરૂરી તત્વો મળતા રહે. 


તેમણે કહ્યું કે, "કોઈપણ કૃત્રિમ નવનિર્માણ કુદરતી સૌંદર્યને હરાવી શકે નહીં. લોકોએ તેમના ઘરને સુંદર બનાવવા માટે આ ગ્રીન પદ્ધતિ પસંદ કરવી જોઈએ. છોડ ઘણી બધી સકારાત્મક ઉર્જાનો સ્ત્રાવ કરે છે અને તે તણાવને પણ દૂર કરે છે. ઉપરાંત, તેઓ પ્રદૂષણને દૂર રાખે છે. કોઈપણ વ્યક્તિ આવીને મારા ઘરમાં તાપમાનની તપાસ કરી શકે છે અને તે જાતે પરિણામ નિહાળી શકે છે."


ચંદ્રશેખર શર્માની પત્ની નીલમે કહ્યું કે, "અમારી સવાર પક્ષીઓના મધુર અવાજથી શરૂ થાય છે. અમારા ઘરમાં ચકલી, બુલબુલ અને હમીંગબર્ડ્સને આવતા જોઈ શકો છો. પતંગિયાઓએ પણ છોડ પર જોવા મળતા રમણીય દ્રશ્યો જોવા મળે છે. મારા પતિ દરરોજ છોડની દેખભાળ રાખવા માટે આશરે 2 કલાકનો સમય કાઢે છે.