નવી દિલ્હીઃ બાથરૂમમાં આપણા શરીરને સ્વચ્છ કરવાનું હોય છે તો સ્વભાવીક છે કે બાથરૂમ ગંદુ રહે પરંતુ બાથરૂમને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી જ છે. જો બાથરૂમમાં પૂરતું પાણી ન હોય તો બાથરૂમમાંથી બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને તે તમને બીમાર કરી શકે છે. હવે ભાગદોડની લાઈફમાં તમારે જાણી લેવું જોઈએ કે કઈ વસ્તુઓ બાથરૂમમાં ન લઈ જવી જોઈએ. અમે તમને આ લેખમાં જણાવીશું કે બાથરૂમમાં કઈ વસ્તુઓ ના લઈ જવી જોઈએ અથવા કઈ વસ્તુઓ બાથરૂમમાં ન રાખવી જોઈએ. ઘણીવાર એવું બને છેકે, તમે તમારા પાર્ટનર સાથે બાથરૂમમાં જ શરીર સુખ માણો છો. તમે તમારા પાર્ટનર સાથે સેક્સ માણ્યા પછી કેટલીક વસ્તુઓ બાથરૂમમાં જ ભૂલી જાઓ છો. આવા સંજોગોમાં તમારે કેટલી બાબતોની સાવચેતી રાખવી જરૂરી છે. આખો આર્ટિકલ વાંચશો તો મળશે સંપૂર્ણ જાણકારી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂથબ્રશ-
સૌથી મહત્વની વાત એ છે કે મોટાભાગના લોકો ટૂથબ્રશને બાથરૂમમાં જ રાખે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. ભીનાશને કારણે બ્રશ પર બેક્ટેરિયા જમા થઈ શકે છે. જે તમારા દાંત માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.


નેઇલ પેનિટ્સ-
છોકરીઓને તેમના નખ પર નેઇલ પેઇન્ટ લગાવવાનું ગમે છે. આ નખ પેઈન્ટને ભૂલથી પણ બાથરૂમમાં રાખવું ના જોઈએ. ગરમી, પ્રકાશ અને ભેજ નેઇલ પેઇન્ટની સુસંગતતાને બગાડી શકે છે. તેથી તેને બાથરૂમમાં લઈ જવું જોઈએ નહીં. કેટલીક વખત એવું બને છે કે ગોળી ગળવાનો સમય ચૂકી ન જવાય તે માટે બાથરૂમમાં મેડિકલ કીટ રાખવામાં આવે છે જો કે આવું ન કરવું જોઈએ. બાથરૂમમાં હાજર ભેજ દવાઓ અને તબીબી ક્રીમને બગાડી શકે છે.


બ્યુટી પ્રોડક્ટ્સ સામાન્ય રીતે-
છોકરીઓ ઝડપથી તૈયાર થવા માટે તેમના બ્યુટી પ્રોડક્ટ્સ બાથરૂમમાં રાખે છે. આવી સ્થિતિમાં, તેને લાંબા સમય સુધી ત્યાં રાખવાથી મેકઅપ કિટ બગડી શકે છે. આ સિવાય ફેસ ક્રીમ કે મોઈશ્ચરાઈઝર પણ બાથરૂમમાં ન રાખવું જોઈએ. કેટલીક વખત આ ક્રીમના ઢાંકણા ખુલ્લા રાખવામાં આવે છે, જેમાં બેક્ટેરિયા પ્રવેશી શકે છે.


ભીનો ટુવાલ સ્નાન કર્યા પછી-
શરીર લૂછવા માટેનો રૂમાલ શરીર લૂછ્યાં બાદ ભીનોને ભીનો બાથરૂમમાં રાખવો નહીં. શરીર લૂછ્યા બાદ રૂમાલ તળકમાં સૂકવવું જોઈએ. જો તમે શરીર લૂછેલો ભીનો રૂમાલ તળકામાં સૂકવ્યા વગર બાથરૂમમાં જ રાખશો તો બેક્ટેરિયા પેદા થશે.


બાથરૂમમાં સેક્સ કરો તો....
આજના મોર્ડન ટાઈમમાં ઘણાં લોકો કોસ્મોપોલિટન કલ્ચરમાં પોતાના નાના ફેમિલી સાથે પ્રાઈવેટ લાઈફ જીવતા હોય છે. ત્યાં વડીલો સાથે ન  હોવાથી તેઓ પોતાની સેક્સ લાઈફ પણ ઘરે મનમુકીને માણે છે. જોકે, તમે પણ આવું કરતા હોવ તો કેટલીક ભૂલોથી સાચવજો. ખાસ કરીને સેક્સ દરમિયાન બગડેલાં કપડાં બાથરૂમમાં ન મુકી રાખવા. સેક્સ દરમિયાન વાપરેલાં ટીશ્યુ પેપર, કોટન અને પ્રોટેક્શનને પણ તુરંત રૂમુવ કરવું. નહીં તો પડે રહેવાને કારણે તેમાંથી ગંદી દુર્ગંધ આવે છે અને કીટાણુઓ ફેલાય છે. જે ગંભીર બીમારીને નોતરી શકે છે.