નવી દિલ્લીઃ આજકાલના યુગમાં રિલેશનશિપ એક એવો શબ્દ થઈ ગયો છે જેને આજના યુવાનો બરાબર સમજી નથી શક્તા અથવા તો ગંભીરતાથી નથી લઈ રહ્યાં. આજકાલના સંબંધોમાં લડાઈ-ઝઘડા, બરાબર મનમેળાપ ન થવા પાછળનું કારણ એ છે કે આ સંબંધો દિલથી નહીં પરંતુ મની નિભાવવામાં આવી રહ્યાં છે. નાની નાની વાતોમાં ઘણીવાર મગજમારી પણ થઈ જાય. તેમાં પણ ખાસ કરીને ગર્લફ્રેન્ડ ખુબ નારાજ થઈ જાય છે. યુવાનોથી કેટલાક શબ્દો કે કેટલાક વાક્યો એવા બોલાઈ જતા હોય છે જેને કારણે ગર્લફ્રેન્ડ ખુબ નારાજ થઈ જાય છે. અને આખરે સંબંધોમાં ખટાશ આવી જાય છે. એવું નથી કે બોઈફ્રેન્ડ મનાવવાના પ્રયાસ નથી કરતા. પરંતુ મનાવવા દરમિયાન પણ જો તેઓ ગુસ્સામાં ન બોલવાનું બોલી જાય તો સંબંધોમાં પહેલા જેવો પ્રેમ રહેતો નથી. આવો જાણીએ કે કેવી વાતો ગર્લફ્રેન્ડ સામે ન કરવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) તું પ્રેમને લાયક જ નથી-
તમારે દરેક નાની નાની વાત પર લડવું જ હોય છે. 'તમે પ્રેમને લાયક નથી'. ઘણી વખત છોકરાઓ ગુસ્સે થયેલી ગર્લફ્રેન્ડ સાથે આવા શબ્દોનો ઉપયોગ કરે છે. પરંતુ આવા શબ્દો સંપૂર્ણપણે ટાળવા જોઈએ. જો તમે ગુસ્સે થયેલી ગર્લફ્રેન્ડને આવું કંઈક કહો છો, તો તેને ખૂબ જ દુઃખ થશે અને તે વધુ ગુસ્સે થઈ જશે.


2) દરેકવારનું તારું આજ નાટક હોય છે-
કેટલાક સંબંધોમાં દરેક નાની-નાની વાત પર વિવાદ થાય છે અને ટૂંક સમયમાં સમાધાન પણ થઈ જાય છે. હવે જો આવી સ્થિતિમાં, જો તમે ગુસ્સામાં ગર્લફ્રેન્ડને કહો કે 'દર વખતે આ તારું નાટક હોય છે', તો તે વધુ ગુસ્સે થઈ શકે છે. તેથી આવા વાક્યનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. ગર્લફ્રેન્ડને પ્રેમથી મનાવો અને વિખવાદના કારણોને દૂર કરો.


3) તારા કરતા મારી એક્સ સારી હતી-
જો તમે તમારી ગર્લફ્રેન્ડ ગુસ્સામાં હોય ત્યારે 'તારા કરતા મારી એક્સ સારી હતી' કહો છો, તો ઉદાહરણ દ્વારા અથવા ટોણા મારવાથી, તો આવું કહેવાનું ટાળો. જો તમે પહેલા કહ્યું હોય તો પણ હવે ક્યારેય ના બોલશો. નહીંતર, ગર્લફ્રેન્ડ હજી પણ તેના વિશે ગુસ્સે થઈ શકે.


4) મેં તને પ્રેમ કરીને જ મોટી ભૂલ કરી-
તમારી ગર્લફ્રેન્ડને આવી વાતો ક્યારેય ન કહો કે 'મેં તને પ્રેમ કરીને જ ભૂલ કરી છે'. ગુસ્સો ન કરો, સામાન્ય રીતે પણ આવી વાત કરવાનું ટાળો. આ વસ્તુ ગર્લફ્રેન્ડને સૌથી વધુ નુકસાન પહોંચાડશે અને તમારો પાર્ટનર સંબંધ તોડવામાં પણ મોડું નહીં કરે.


5) તો બેસી રહે નારાજ, મન થાય ત્યારે વાત કરજે-
કેટલીકવાર ગર્લફ્રેન્ડ ઇચ્છે છે કે તમે તેને સમજો અને ઝઘડા પાછળનું સાચું કારણ જાણો. પરંતુ જો તમે ગુસ્સે થઈને ગર્લફ્રેન્ડને કહો કે 'તો રહો નારાજ, મન થાય ત્યારે વાત કરજે' તો તે ઘણું ખોટું છે. આમ કરવાથી, તમારી ગર્લફ્રેન્ડને લાગશે કે તમે તેને સમજવા નથી માગતા અને તેની નારાજગીની તમારી નજરમાં કોઈ કિંમત નથી, તેથી આવી વાતો કરવાનું ટાળો.