ઝી બ્યૂરો, અમદાવાદઃ એક એવી જાહેરાત આવી છે જેની શરતો વાંચીને તમે માથું પકડી લેશો. મહિલાએ એક જાહેરાત બહાર પાડી છે. જેમાં એ કહે છે ફરવાનો શોખિન અને ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો હોય તેવો પતિ જોઈએ છે. આ સાથે એવી પણ શરત પણ રાખી છે કે 3 બીચકેનું ઘર હોવું જોઈએ અને મા બાપ સાથે નહીં રહી શકે.... પોતે એ એક લગ્ન કરી ચૂક્યા છે પણ પતિ કુવારો જોઈએ છે. આ મેટર વાંચશો તો આજની છોકરીઓની ડિમાન્ડો જોઈને તમે ચક્કર આવી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક મહિલાને લગ્ન કરવા છે એ માટે તેને ઓનલાઈન એક જાહેરાત આપી છે. જે હાલમાં વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આ મહિલાનો પ્રસ્તાવ ભારે વાયરલ થયો છે. બીએડની ડિગ્રી ધરાવતી મહિલા કમાય છે 1.3 લાખ રૂપિયા પણ એને પતિ જોઈએ છે 30 લાખની સેલેરીવાળો.. આ સાથે એવો પ્રેફરન્સ પણ મૂક્યો છે કે એ અમેરિકા કે યુરોપમાં રહેતો હોય તો પ્રથમ પસંદગી અપાશે. જોકે, એનઆરઆઈ માટે એની સેલેરીની ડિમાન્ડ 80 લાખ રૂપિયા છે. 


મહિલાએ પોતાની પસંદનો પણ આ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો છે કે એને લખ્યું છે કે એને ફાઈવ સ્ટાર હોટલમાં રહેવું ગમે છે. આ સિવાય એના પતિનું 3 બીએચકે ઘર હોવું જોઈએ. જ્યાં તે પોતાના માતા પિતા સાથે રહી શકે. આ સાથે તેને એ પણ જણાવ્યું છે કે તે ઘરના કામ સંભાળી શકશે નહીં તો ઘરમાં રસોઈયો કે નોકરાણી રાખવી પડશે. મહિલાએ સાસરીવાળાથી અલગ રહેવાની ઈચ્છાને અહીં જતાવી છે. અભ્યાસમાં આ મહિલાની પહેલ પસંદ સોફ્ટવેર એન્જિનિયર છે. આ સિવાય એમબીએ કે એમએસ હશે તો પણ ચાલશે. આ જાહેરાત સોશિયલ મીડિયા પર જબરજસ્ત વાયરલ થઈ છે. 


આ જાહેરાતે યૂઝર્સનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ઘણાએ કમેન્ટ સેક્શનમાં જબરદસ્ત કોમેન્ટો કરી છે. એક યૂઝરે લખ્યું છે કે પોતે છૂટાછેડાવાળી છે પણ પતિ જોઈએ છે કુવારો , એના માતા પિતા એની સાથે રહેશે પણ સાસુ-સસરા નહીં રહી શકે. એનો પગાર છે 11 હજાર રૂપિયા જો શહેરી વિસ્તારમાં નોકરાણી જેટલો છે પણએ એમ ઇચ્છે છે કે પતિ એનું ભરણપોષણ સારી રીતે કરે...


બીજાએ લખ્યું છે કે 1.32 લાખની વાર્ષિક સેલેરીવાળીના શોખ 5 સ્ટાર હોટલો છે. એ પોતાના સાસરીવાળાને સહન કરી શકતી નથી. એ ઈચ્છે છે કે કમાનારો વ્યક્તિ એના ઈશારે 3 બીએચકેનું ઘર લઈને એના પરિવારને સાચવે.. એ પોતે 11 હજાર રૂપિયા કમાય છે અને નોકરાણી અને રસોઈઓ બધુ જ હાજર જોઈએ છે. આ જાહેરાત પર ઘણા લોકો કમેન્ટનો મારો કરી રહ્યાં છે.