ઊંધા પડીને પેટ પર ઊંઘતા લોકો સાવધાન! અનેક તકલીફોનું મૂળ છે આ આદત
Health Care Tips: દરેકની અલગ અલગ રીતે ઊંઘવાની આદત હોય છે. પણ તેમની કેટલીક આદત તમારા સ્વાસ્થ્યને મોટું નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે જરૂર જાણી લેજો આ મહત્ત્વની વાત...
Sleeping Habits: દરેકની ઊંઘવાની આદત અને પોઝિશન અલગ અલગ હોય છે. કોઈ ડાબે પડખે સુવે છે, કોઈ જમણે પડખે સુવે છે, તો કોઈને પીઠના બળે સીધા સુવાની આદત હોય છે. દરેક પોઝિશનમાં સુવાના ફાયદા અને ગેરફાયદા હોય છે. આ બધાની વચ્ચે ઘણાં લોકોને ઊંધા થઈને એટલેરે, સાવ પેટના બળ પર ઊંધા સુવાની આદત હોય છે. શું તમને પણ આ પ્રકારે ઊંધા થઈને પેટના બળ પર સુવાની આદત છે? જો તમને પણ આવી આદત હોય તો આજે જ ચેતી જજો. આ આદત તમારા માટે બની શકે છે મોટું જોખમ...
પેટ પર સુવાની આદત છે સૌથી ખરાબઃ
સૂતી વખતે દરેક વ્યક્તિની સ્થિતિ અલગ-અલગ હોય છે. બીજી તરફ કેટલાક લોકોનું કહેવું છે કે તેમને પેટ પર સૂવાથી વધુ આરામ મળે છે. તમને જણાવી દઈએ કે ભલે આ પોઝિશન તમને આરામ આપે છે, પરંતુ પેટ પર સૂવાથી લાંબા ગાળે શરીરને નુકસાન થાય છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે તમે યોગ્ય સ્થિતિમાં સૂઈ જાઓ. આવો અમે તમને અહીં જણાવીએ કે પેટ પર સૂવાથી શું નુકસાન થાય છે.
પેટના બળે સુવાથી કઈ કઈ તકલીફ થાય છે?
1) પેટના બળે સુવાથી રદય પર આવે છે વધારાનું દબાણ, જે હાનિકારક છે. આનાથી ગભરામણ પણ થતી હોય છે.
2) પેટના બળે સુવાથી ખાવાનું યોગ્ય રીતે પચી શકતું નથી. જેને કબજિયાતની સમસ્યા સર્જાય છે.
3) પેટના બળે સુવાથી કરોડરજ્જુ સ્થિર રહેતી નથી. જેથી કમરમાં દુખાવો થઈ શકે છે.
4) પેટના બળે સુવાથી ઘણીવાર ઉલ્ટી ઉબકા આવી શકે છે.
5) પેટના બળે સુવાથી પ્રોપર રીતે ઊંઘ પુરી થઈ શકતી નથી.
6) પેટના બળે સુવાથી વારંવાર પેશાબ જવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે.
7) કરોડ રજ્જુ નબળી પડે છે અને શરીરના વિવિધ ભાગોમાં દુખાવો થાય છે.
8) પેટના બળે સુવાથી ખાસ કરીને કમર, ખભો અને ગરદનમાં દુખાવો થાય છે.
9) પેટ પર સૂવાથી રાત્રે તમારી ઊંઘ તૂટી શકે છે, તેથી પેટ પર સૂવાનું ટાળો.
10) ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ પેટ પર ન સૂવું જોઈએ. આનાથી ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળક પર ખરાબ અસર પડે છે.
ડાબે પડખે સુવુંઃ
ડોક્ટરો પણ લોકોને ડાબે પડખે સુવાની સલાહ આપે છે. કારણકે, ડાબે પડખે સુવાથી તમારું પાચન સારું થાય છે. તમારા રદયને પણ એક પ્રકારે રાહત મળે છે. રદયમાં પુરતી માત્રમાં લોહી પહોંચે છે અને તેનો પ્રવાહ જળવાઈ રહે છે. આમ આ પોઝિશનમાં સુવાના અનેક ફાયદા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)