નવી દિલ્લીઃ ભારતીય માતા-પિતાની એવી ઘણી બાબતો છે જે એકબીજા સાથે મળતી આવે છે. જ્યારે મિત્રો સાથે બેસીએ છે, ત્યારે માતા-પિતા વિશેની પણ વાત નીકળે છે. આ દરમિયાન તમે એ ક વાત નોંધી, કે આપણા માતા-પિતાની કેટલીક આદતો એકસમાન હોય છે. અને તેમના એક-બે ડાયલોગ તો જાણે બાળકોને ડરાવવા માટે જ બોલતા હોય છે. દરેક બાળક ધમાલી હોય છે અને તેને કંટ્રોલ કરવા માટે માતા-પિતા દરેક શક્ય પ્રયત્ન કરે છે. જેવી રીતે  બાળકો ધમાલી હોય છે, તેવી રીતે દરેક ઈન્ડિયન પેરેન્ટ્સનાં કેટલાક ડાયલોગ ફેમસ હોય છે. આ ડાયલોગ મોટા ભાગે બાળકોને ચૂપ કરાવવા અથવા તો સમજાવવા માટે કરતા હોય છે. બાળકો ધમાલ-મસ્તી કેવી રીતે કરે છે-
કેટલીકવાર તેઓ ખોરાક ખાવાનો ઇનકાર કરે છે, શાળાએ જવાનો ઇનકાર કરે છે, મોડા સુધી ટીવી જોવે છે અથવા તો રમવાની વાત કરે છે. રાત્રે સૂતા સમયે નાટક વધારે કરે છે. બાળકોને સમજાવવા માટે, ઘણીવાર માતા-પિતા એક જેવો જ ડાયલોગ બોલે છે કે,  માર પડશે. તમે પણ તમારા માતા-પિતા પાસેથી આ ડાયલોગ સાંભળ્યો હશે. ‘મમ્મી માટે ટ્યુશમ નથી જવુ’-
આ વાત પર મમ્મીનો જવાબ આવે છે, ‘ચૂપચાપ ટ્યુશન જા, નહીં તો મારીશ’


‘પપ્પા મારે બહાર રમવા જવુ છે’-
આ વાત પર પપ્પાનો જવાબ આવે છે, ‘ચૂપચાપ ભણવા બેસ, નહીં તો માર પડશે’ સામાન્ય રીતે ઘરમાં આ જ પ્રકારે વાત થતી હોય છે અને પેરેન્ટ્સ પણ આવા ડાયલોગ બોલતા હોય છે. આ સ્થિતિને ધ્યાનથી જોવામાં આવે તો, બાળકોને પોતાની રીતે ચલાવવા માટે પેરેન્ટ્સ આવી વાતો કહે છે. તેઓ ઈચ્છે છે કે, તેમનો બાળક કહ્યામાં રહે, તેમની વાત માને. જ્યારે બાળક આમ નથી કરતો ત્યારે તેને શૈતાન, જીદ્દી અથવા તો ધમાલીનું ઉપનામ આપી દેવામાં આવે છે. ઈન્ડિયન પેરેન્ટ્સની ખાસિયત-
બાળકો પર હુકમ ચલાવવા અને તેમને પોતાની બધી વાત મનાવવી આ બાબત ઈન્ડિયન પેરેન્ટ્સમાં કોમન જોવા મળે છે. બાળપણથી જ બાળકોને તેના માતા-પિતા નિર્ભર રહેવાનું શીખવાડે છે. અને આ જ કારણે ઘણાં બાળકો મોટા થયા બાદ પણ આત્મનિર્ભ નથી બની શકતા. બાળકોની ગ્રોથ રોકી લે છે-
જે પેરેન્ટ્સ સમયની સાથે નથી બદલાતા, તેઓ પોતાની સાથે સાથે બાળકોનો ગ્રોથ પણ રોકી લે છે. જ્યારે પેરેન્ટ્સ પોતાની ચાહત બાળકો પર થોપી દે છે, તો બાળક વિદ્રોહી બની શકે છે. અથવા તો આ વાતને બીજી રીતે સોસાયટીના નામે ગળુ દબાવવા જેવી પણ કહી શકાય. ભારતમાં એવા ઘણા યુવાઓ તમને મળી જશે, જેમની સાથે બાળપણમાં આ પ્રકારની ઘટના ઘટી છે. વારંવાર લડવાની આદતની ઊંધી અસર-
જ્યારે માતા-પિતા બાળકને ઠપકો આપે છે અથવા તેમના પર હાથ ઉપાડે છે, ત્યારે આ ખરાબ યાદોના ઘા બાળકના હૃદય પર લાંબા સમય સુધી રહી શકે છે. જો આ પ્રકારનું વર્તન કે ઠપકો સતત ચાલુ રહે  તો બાળકના માનસિક સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે. મુંબઈના વરિષ્ઠ મનોચિકિત્સક ડૉ.દેવેન્દ્ર સેવે કહે છે કે બાળકોના સારા ભવિષ્ય માટે બાળપણ સારી યાદોથી ભરેલું હોવું જરૂરી છે. જો બાળપણમાં હૃદય કે દિમાગ પર કોઈ વસ્તુ અથડાતી હોય તો તેની ખરાબ અસર યુવાવસ્થા સુધી રહે છે અને તે બાળકને માનસિક રીતે પરેશાન કરી શકે છે. મારવાને બદલે વાત કરો-
જો તમે પણ એવા પેરન્ટ્સમાંથી એક છો જેઓ 'માર પડશે' ડાયલોગ બોલે છે અને ક્યારેક બાળકને બે થપ્પડ પણ મારે છે તો ગર્વ લેવાને બદલે અહીં જ રોકાઈ જાઓ. બાળકોને સમજાવવાની આ સાવ ખોટી રીત છે. તમે બાળક સાથે વાત કરીને પણ ખરાબ કે ખોટી આદતોને દૂર કરી શકો છો. શું કરવું?
બાળક અને માતા-પિતા વચ્ચેનો સંબંધ 'માર પડશે' જેવા શબ્દોથી બગાડવો જોઈએ નહીં. તમારા બાળકની લાગણીઓ અને ઇચ્છાઓને સમજો અને સાંભળો. આનાથી બાળકનો આત્મવિશ્વાસ વધે છે અને તે પોતાના મનની વાત માતા-પિતાને કહી શકે છે. જે બાળકના વિકાસ માટે ખૂબ જ સારું છે.