How to Clean Stomach: અપચો કે પેટની ખરાબી એક એવી સમસ્યા છે જે કોઈનો પણ આખો દિવસ બગાડી શકે છે. જો આ અપચાની સમસ્યા રોજ હોય તો પછી સમસ્યા વકરી જાય છે. સવારે પેટ સાફ ન થવાના અનેક કારણો હોઈ શકે છે. જેમાં શરીરમાં પાણીની કમી, ખાવા પીવાનો ખોટો સમય, પૂરતી ઊંઘ ન લેવી અને ખોટી ખાણી પીણી સામેલ છે. જેના કારણે આપણે આખો દિવસ ગેસ-એસિડિટી, પેટનો દુખાવો અને છાતીમાં બળતરા જેવી સમસ્યાઓ ઝેલવી પડી શકે છે. આજે અમે તમને 3 ઘરઘથ્થું ઉપાયો જણાવીશું જેનાથી તમારું પેટ સવારે 5 મિનિટમાં સરળતાથી સાફ થઈ જશે. તો પછી જાણો પેટ સાફ કરવાના ઘરઘથ્થું ઉપાયો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દહી
દહીનું સેવન પેટ માટે રામબાણ માનવામાં આવે છે. એક રિસર્ચ મુજબ દહીંમાં મળી આવતું લેક્ટિક એસિડ પેટની સમસ્યાઓમાં ફાયદો કરે છે. આ સાથે જ દહીમાં મળી આવતા બેક્ટેરિયા માઈક્રોબાયોટાની સંખ્યામાં સુધારો કરે છે. રોજ દહીંનું સેવન કરવાથી ડાયેરિયા અને કબજિયાતથી છૂટકારો મળે છે. 


સફરજન
પેટની સફાઈ માટે રોજ એક સફરજન પણ કમાલનું કામ કરે છે. સફરજનમાં પેક્ટન, પોલીફેનોલ અને ફાઈબર જેવા ખાસ તત્વો હોય છે. જે પેટની સફાઈમાં મદદ કરે છે. તેના કારણે આંતરડામાં રહેલા માઈક્રોબાયોટા યોગ્ય રીતે કામ કરે છે. જેનાથી મળ નિકાસીમાં સરળતા રહે છે અને તમે ફિટ રહી શકો છો. 


હુંફાળું ગરમ પાણી અને લીંબુ
રોજ સવારે પેટ સાફ કરવા માટે લીંબુના પાણીનો ઉપાય ગુણકારી માનવામાં આવે છે. આયુર્વેદાચાર્યોના જણાવ્યાં મુજબ તમે રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળું પાણી લો. તેમાં એક લીંબુ નીચોવી લો. ત્યારબાદ તે પાણી પીવાથી આંતરડામાં ચોંટેલા ભોજનના અંશ છૂટા પડે છે જે મળ દ્વારા બહાર નીકળતા પેટ સાફ થાય છે. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)