નવી દિલ્હીઃ ભલે પશ્ચિમ દેશોની સરખામણીમાં આપણા દેશમાં ટોયલેટ પેપરનો ઉપયોગ ઓછો છે પરંતુ ધીમે-ધીમે ટોયલેટ પેપરના ઉપયોગમાં વધારો થઈ રહ્યો છે. પહેલા ટોઈલેટના વોશરૂમમાં પેપર ટિશ્યૂ જોવા મળતા હતા પરંતુ હવે ઓફિસ અને કેટલાક ઘરોમાં પણ આનો ઉપયોગ થઈ રહ્યો છે. ટિશ્યૂ પેપર ભલે પ્રિન્ટેડ અને રંગબેરંગી આવતા હોય પરંતુ ટોઈલેટ પેપર હંમેશા વ્હાઈટ જ રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, વોશરૂમમાં વપરાતા ટોયલેટ પેપર સેલ્યુલોઝ ફાઈબરમાંથી બને છે. તે વૃક્ષોમાંથી અથવા કાગળોને રિસાયકલ કરીને તૈયાર કરવામાં આવે છે. પરંતુ તેને માત્ર સફેદ બનાવવાના ઘણા કારણો છે. ન જાણતા હો તો જાણી લો. જો કે ટોયલેટ પેપરનો ઉપયોગ મુખ્યત્વે વોશરૂમ જેવી જગ્યાએ થાય છે, પરંતુ આવા જ ટિશ્યુ પેપરનો પણ ઘણો ઉપયોગ થશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેને માત્ર સફેદ જ કેમ બનાવવામાં આવે છે? ટોઇલેટ પેપર એક ખાસ પ્રકારના ફાઇબરમાંથી બનાવવામાં આવે છે, જેને સેલ્યુલોઝ ફાઇબર કહેવામાં આવે છે.


આ છે કારણે-
ટોઈલેટ પેપર હંમેશા સફેદ (White) હોય છે તેના પાછળનું કારણ વૈજ્ઞાનિક અને કોમર્સિયલ છે. પર્યાવરણની સુરક્ષાના કારણે પણ ટોયલેટ પેપરનો રંગ સફેદ રાખવામાં આવે છે. બ્લીચ વગરના પેપરનો રંગ ભૂરો હોય છે. બ્લીચ કરીને તેને સફેદ કરવામાં આવે છે. ભૂરા રંગને કલર કરવાની સરખામણીમાં બ્લીચ કરવામાં ઓછો ખર્ચ થાય છે માટે ટોયલેટ પેપરની કિંમતોને કંટ્રોલમાં રાખવા માટે કંપનીઓ તેને સફેદ જ રાખે છે.


પર્યાવરણની દ્રષ્ટીથી જોઈએ તો સફેદ ટોયલેટ પેપર રંગીન પેપરની તુલનામા ઝડપથી ડીકંપોઝ થાય છે આ માટે પણ ટોઈલેટ પેપરનો રંગ સફેદ રાખવો તે સારુ છે. રંગીન પેપરના ઉપયોગથી સ્વાસ્થ્ય સંબંધિત બીમારીયો થવાની શક્યતા છે જે સફેદ રંગના પેપરમાં નથી. ડોક્ટર પર સફેદ ટોયલેટ પેપરને જ સારુ અને સુરક્ષિત માને છે.


અમુક કંપનીઓએ કર્યો પ્રયોગ-
જો કે ટોયલેટ પેપરને સફેદ રાખવા પાછળ આટલા મહત્વના કારણો હોવા છતા અમુક કંપનીઓએ રંગીન કે પ્રિન્ટેડ ટોયલેટ પેપરનું પ્રોડક્શન કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ આ પ્રકારના પેપર ચાલ્યા નહીં.  દુનિયાના લગભગ દરેક દેશોમાં સફેદ રંગના જ ટોયલેટ પેપરનો ઉપયોગ થઈ રહ્યો છે.