ફરવાના શોખીનો માટે ખુશખબર! સાવ સસ્તામાં IRCTC કરાવશે ગુજરાતના આ 3 શહેરોની સફર
IRCTC Tour Package : હરવા ફરવાનો શોખીન ગુજરાતઓ માટે રેલવે લઈને આવ્યું છે એક જબરદસ્ત ટુર પેકેજ. જેમાં તમને રેલવેની મુસાફરીનો મોકો મળશે અને રાજ્યના 3 અલગ અલગ શહેરોમાં મુસાફરીની તક મળશે.
IRCTC Tour Package : શું તમે પણ વીકએન્ડમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં છો? શું તમે પણ ગુજરાતના શહેરોને નજીકથી જોવા અને જાણવાનો રસ ધરાવો છો? તો આ શાનદાર ટુર પેકેજ તમારા માટે છે. ભારતીય રેલવે દ્વારા આપવામાં આવ્યું છે આ ટુર પેકેજ. આ ટુર પેકેજ તમારા બજેટમાં પણ રહેશે એકદમ હીટ...
ઉલ્લેખનીય છેકે, ભારતીય રેલવે વિભાગ દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે સ્પેશિયલ ટૂર પેકેજ લોન્ચ કર્યા છે. જેમાં ગુજરાત માટે એક સુપર ટુર પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ અંતર્ગત તમે ગુજરાત ત્રણ અલગ અલગ શહેરોની સફર કરીને ત્યાંથી મજા માણી શકો છો. IRCTCના આ પેકેજમાં તમને એક સાથે અનેક સ્થળોની મુલાકાત લેવાનો મોકો મળશે. IRCTCનું ગુજરાત પેકેજ તમારા માટે બેસ્ટ રહેશે. આ પેકેજમાં તમને એક સાથે અનેક સ્થળોની મુલાકાત લેવાની તક મળશે.
IRCTCના આ ટૂર પેકેજનું નામ Classical Gujarat છે. આ પેકેજમાં તમને 6 રાત અને 7 દિવસની મુસાફરી કરવાનો મોકો મળશે. આ ટૂર પેકેજ ગોરખપુરથી શરૂ થશે. આ પેકેજ અંતર્ગત તમે ગુજરાતના અમદાવાદ, વડોદરા અને વડનગર જવાની તક મળશે. બહારથી આવતા લોકોને આકર્ષવામાં માટે આ પેકેજ શરૂ કરાયું છે. 6 થી 7 દિવસના આ શાનદાર પ્રવાસમાં તમને અને તમારા પરિવાર કે મિત્રોને પણ મજા પડી જશે.
તમને પેકેજમાં શું મળશે?
પેકેજમાં તમને આવવા-જવાની ટ્રેનની ટિકિટ આપવામાં આવશે.
તમને અમદાવાદમાં 3 રાત અને વડોદરામાં 1 રાત રોકાવાની તક મળશે.
તમને શેરિંગના આધારે પેકેજમાં દર્શાવેલા સ્થળોની મુલાકાત લેવાની તક મળશે.
પેકેજમાં તમને 4 નાસ્તો અને 4 ડિનર આપવામાં આવશે.
પેકેજમાં લંચ આપવામાં આવશે નહીં.
કેટલો ખર્ચ થશે?
આ પેકેજ બુક કરાવવા માટે તમારે 20,675 રૂપિયાનો ખર્ચ થશે. આ પેકેજમાં તમને 2AC અને 3 ACમાં મુસાફરી કરવાનો મોકો મળશે. 2AC અને 3 AC પેકેજનું ભાડું પણ અલગ છે. જો તમે 2AC પેકેજ બુક કરો છો, તો તમારે સિંગલ શેરિંગ માટે 47,620 રૂપિયાનો ખર્ચ થશે. ડબલ શેરિંગ માટે તમારે 27,725 રૂપિયા ખર્ચવા પડશે, ટ્રિપલ શેરિંગ માટે તમારે 22,805 રૂપિયા ખર્ચવા પડશે.જો આ ટ્રિપમાં 5 વર્ષથી 11 વર્ષની ઉંમરનું બાળક તમારી સાથે જાય છે અને તમે તેના માટે અલગ બેડ ખરીદો છો, તો તમારે 17790 રૂપિયા ખર્ચવા પડશે. તેમજ જો 5 થી 11 વર્ષનું બાળક તમારી સાથે જાય અને તમે અલગ બેડ ન લો તો તેની કિંમત 14,820 રૂપિયા થશે.
કઈ વસ્તુનો થશે એકસ્ટ્રા ચાર્જઃ
કોઈપણ સ્થળે જ્યા ફોટો કે વીડિયો ચાર્જેબલ હોય ત્યાં તમારે પોતે ચુકવવો પડશે ચાર્જ. કોઈપણ સ્થળની એન્ટ્રી ફી પણ તમારી રહેશે.